રાજકોટ મહાપાલિકાનું ચાલુ વર્ષ ૨૦૨૪–૨૫નું કુલ વાર્ષિક બજેટ .૨૮૫૦ કરોડનું છે, જયારે રાજકોટમાં અગ્નિકાંડ બાદ મહાપાલિકા તંત્રએ જારી કરેલા નવા પરિપત્રિત આદેશોથી સર્જેલી સ્થિતિથી અંદાજે કુલ .૩૦૦૦ કરોડના ૭૦૦થી વધુ બિલ્ડીંગ પ્રોજેકટસ ટલ્લે ચડી ગયા છે. બિલ્ડીંગમાં કરેલા બે ફટના આર્કિટેકચરલ પ્રોજેકશન કે જેને લાવર બેડ તરીકે ઓળખવામાં આવે છે તે મામલે અનેક પ્રોજેકટસના બીયુપી અધ્ધરતાલ રહ્યા હોય માર્કેટમાં બોકાસો બોલી રહ્યો છે. કહી શકાય કે લાવર બેડ મામલે તંત્રએ બિલ્ડર્સને બેન્ડ કર્યા છે અને છેલ્લા સાત મહિનાથી ચાલતા ઘટનાક્રમથી રાજકોટમાં વિકાસનો ધ એન્ડ થઇ ગયો છે.
લાવર બેડ મામલે બીયુપી અટકાવવામાં આવતા હવે શું કરવું ? તેવી સ્થિતિ વચ્ચે એક તબક્કે પાર્ટ બીયુપી (કમ્પ્લીશન) આપવા તેવો રસ્તો વિચારાધિન હતો પરંતુ તે પણ શકય બન્યું નથી, તદઉપરાંત પાર્ટ બીયુપી અપાય તે પણ પ્રથા છે, નિયમ નથી. રાજકોટની ઘટના બાદ હવે બરોડા અને સુરતમાં પણ લાવર બેડ પ્રથા બધં કરાવવા મોનિટરિંગ શરૂ થતાં ત્યાં પણ હોબાળો થયો છે. બીયુપી અપાતું ન હોય રાજકોટમાં અનેક પ્રોજેકટસના સ્ટેજ વાઇઝ પ્રોગ્રેસ રિપોર્ટ આપવાનું બધં છે.
રાજકોટ મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા નવનિયુકત છે અને હજુ મામલાથી વાકેફ થઇ રહ્યા છે, યારે ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર સતં પંડા સીજીડીસીઆર અને સરકારએ આ મામલે આપેલા લેખિત માર્ગદર્શનને ચુસ્તપણે અનુસરી રહ્યા છે આવા સંજોગોમાં સ્થાનિકથી લઇ સરકાર સુધી બિલ્ડર્સ દ્રારા વ્યાપક રજૂઆતોનો દોર ચાલુ છે ત્યારે હવે શું નિર્ણય થશે તેના ઉપર સૌની મીટ છે. સો મણનો સવાલ એ છે કે જો બીયુપી ન અપાય તો કયાં સુધી નહીં અપાય ? કયાં સુધી આવી સ્થિતિ રહેશે ? જો બીયુપી ન અપાય તો નળ જોડાણ, વીજ જોડાણ, ગેસ જોડાણ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ન મળે તેવા સંજોગો સર્જાશે અને બિલ્ડર ઉપરાંત ખરીદનાર ગ્રાહકો (મતદારો) પણ પરેશાન થશે તે નક્કી છે. જો લાવર બેડ દૂર કરાય પછી બીયુપી આપવાની વાતને તંત્રવાહકો વળગી રહેશે તો બિલ્ડરોને લાખો નહીં કરોડોનું નુકસાન થશે તેમજ કેટલાય બિલ્ડીંગના એલિવેશન બગડશે, આવી સ્થિતિ પણ ઇચ્છનીય નથી.
આગામી વર્ષ–૨૦૨૬ના પ્રારંભે મહાપાલિકાની ચૂંટણી યોજાનાર હોય શહેર સંગઠન અને પદાધિકારીઓ પણ આ મામલે ચિંતિત છે. મોટી રકમનું પાર્ટી ફડં આપી દરેક કાર્યક્રમો અને ઉત્સવોમાં સહયોગ આપતા બિલ્ડર્સની હાલત અિકાંડ બાદ પાડાને વાંકે પખાલીને ડામ જેવી થઇ ગઇ છે અને બીજી બાજુ તંત્રવાહકો અને શાસકોની હાલત સાપએ છછૂંદર ગળ્યા જેવી થઇ છે. એક તરફ જંત્રી સામેનો જગં છે, બીજી બાજુ લાવર બેડ પણ સળગતો સવાલ છે. નિર્ણય જે કઇં થાય તે રાજકોટનો વિકાસ ંધાવો ન જોઇએ તે જોવાની સૌની ફરજ છે
હવે સરકાર જ વચલો રસ્તો કાઢી શકે: એકસપર્ટ
લાવર બેડ મુદ્દે હવે મ્યુનિ.પદાધિકારીઓ, કમિશનર કે ટીપીઓ કઇં કરી શકે તેવી સત્તા તેમની પાસે નથી. હવે નવેસરથી સાંપ્રત સ્થિતિ અને તેનાથી સર્જાતી મુશ્કેલી મુદ્દે સરકારને વધુ એક વખત પત્ર પાઠવી માર્ગદર્શન માગવામાં આવે અને સરકાર ઇચ્છે તો ખાસ કિસ્સામાં રાહત દાયક જોગવાઇ કરે તો જ આ ગુંચ ઉકેલાશે, અન્યથા કાનુની રીતે કશું થઇ શકે તેમ નથી તેવો મત એક એકસપર્ટ દ્રારા વ્યકત કરાયો હતો. સરકાર ઇચ્છે તો કઇં પણ વચલો રસ્તો નીકળી શકે.
એક તક બિલ્ડર્સને આપો, મનકી બાત સાંભળો
સૌનો સાથ આપતા રાજકોટના બિલ્ડર્સ વિકાસથી વંચિત થયા છે ત્યારે સૌ સહમત થયા છે કે હવે વચલો રસ્તો કાઢવા એક મત થાવ. પાડાને વાંકે પખાલીને ડામ આપતા હોય તેમ અિકાંડની સજા બિલ્ડર્સને શું કામ ? હવે ૨૦૨૫થી નવા પ્લાન મુકાય તેમાં નવા નિયમ લાગુ કરો પરંતુ હાલ તૈયાર થઇ ગયા હોય તેવા બિલ્ડીંગમાં અગાઉ અપાતી છૂટછાટો ગ્રાહ્ય રાખો તેવી માંગ ઉઠી છે.
રિઅલ એસ્ટેટ ડાઉન, સ્માર્ટ સિટી થશે ટાઉન
અિકાંડ બાદ રિઅલ એસ્ટેટ સેકટર ડાઉન થઇ ગયું છે અને જો આવી જ સ્થિતિ રહેશે તો કહેવાતું સ્માર્ટ સિટી રાજકોટ સિટી મટીને ટાઉન બનશે.અન્ય શહેરોમાં પણ સ્થાનિક ભૂગોળ અને પરંપરા મુજબ બાંધકામમાં થોડી ઘણી છૂટછાટો અપાતી હોય છે, રાજકોટમાં અિ કાંડ બાદ તે તદ્દન બધં કરાઇ છે. મહાપાલિકા તત્રં જો કોઇ વચલો રસ્તો નહીં કાઢે તો રાજકોટ દસકો પાછળ ફેંકાશે
.૨૦૨૪એ કર્યા નિરાશ, હવે ૨૦૨૫ ઉપર આશા
રાજકોટમાં તા.૨૫ મે ને શનિવારે અગ્નિકાંડ સર્જાયાને આજે ૨૧૮ દિવસ પૂર્ણ થયા, સતત છેલ્લા ૨૧૮ દિવસથી પ્લાન પાસ, બીયુપી અને ફાયર એનઓસીની કામગીરી ઠપ્પ જેવી છે.એકંદરે ૨૦૨૪ના વર્ષે બિલ્ડર્સને નિરાશ કર્યા છે, હવે ૨૦૨૫ ઉપર આશ છે. લાવર બેડ મામલે સરકારનું માર્ગદર્શન માંગતા ઇનકાર આવ્યો, જો માર્ગદર્શન જ માંગ્યું ન હોત તો કંઇક રસ્તો જર નીકળી શકયો હોત તેવો વસવસો અનેક બિલ્ડર્સના મનમાં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMઅઝરબૈજાન વિમાન ક્રેશ માટે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માંગી માફી, 38 લોકોએ જીવ ગુમાવ્યા
December 28, 2024 11:00 PMજામનગરઃ આ વર્ષે ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ રજીસ્ટ્રેશન થયા
December 28, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech