જામનગર : દિગ્જામ સર્કલ પાસે ઘોડીપાસા ખેલતા પાંચ પકડાયા : પાંચ ફરાર

  • January 24, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


જામનગરના દિગ્જામ સર્કલ બ્રીજ નીચે ઘોડીપાસાનો જુગાર રમતા પાંચને ૩૧ હજારના મુદામાલ સાથે પકડી લીધા હતા જયારે પાંચ ઇસમ ફરાર થઇ ગયા હતા. ઉપરાંત ટીંબાફળી વિસ્તારમાં કાટ-છાપનો જુગાર રમતા બેને પકડી લીધા હતા અને બે રફુચકકર થઇ ગયા હતા.


સીટી-સી પીઆઇ ડાભીની સુચનાથી સ્ટાફના એએસઆઇ યશપાલસિંહ, કોન્સ. યુવરાજસિંહ અને વનરાજભાઇ પેટ્રોલીંગમાં હતા ત્યારે સંયુકત બાતમી મળેલ કે શહેરના દિગ્જામ સર્કલ પાસે આંબેડકર બ્રીજ નીચે અમુક ઇસમો ઘોડીપાસાનો જુગાર રમે છે જેથી દરોડો પાડી જુગાર રમતા શંકરટેકરી ટાંકા પાસે રહેતા સીરાજ જુસબ નોયડા, ખેતીવાડી ખાતે રહેતા મિલન અમરશી શેખવા, બાવરીવાસના જગતસીંગ રામસીંગ માલપડા, યોગેશ્ર્વરધામના જગજીતસીંગ શેરસીંગ તીલપીતીયા અને વુલનમલ ફાટક બાવરીવાસમાં રહેતા મનોજ કાના કોળીને પકડી લીધા હતા તેની પાસેથી ૩૧૩૧૦ની માલમત્તા કબ્જે કરાઇ હતી.


દરોડા વખતે અમર કોળી, વિક્રમ કોળી, કિશોર કોળી, કમલ કાના કોળી અને રાજકુમાર કોળી નામના શખ્સો રફુચકકર થઇ ગયા હતા.
​​​​​​​

આ ઉપરાંત નવાગામ ઘેડ વિસ્તાર પંચાયત ઓફીસ પાસે રહેતા સચીન કિશોર કંટારીયા અને નરેશ પસા પરમારને ટીંબાફળી વિસ્તારમાં સિકકો ઉછાળી કાટ-છાપનો જુગાર રમતા રોકડા ૧૮૮૦૦ સાથે દબોચી લીધા હતા જયારે નવાગામ ઘેડના રોહીત ટીના ડાભી અને ભાવેશ ઉર્ફે અધુડો હંસરાજ સદાદીયા આ બંને નાશી ગયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application