અંબર ચોકડી પાસે આવેલી કેનાલમાં કચરાના ઢગલામાં આગ

  • January 13, 2025 10:24 AM 

જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી પાણી અને કચરાની કેનાલમાં પડેલા ઢગલામાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી, અને આગના લબકારાઓ અને ધુમાડા ના ગોટેગોટા નજરે પડ્યા હતા.


આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખા નો ટિમ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને બુઝાવી હતી.


જે સ્થળે આગ લાગી હતી, તે કેનાલને અડીને કેટલીક દુકાનો આવેલી હોવાથી અને દુકાન ની પાછળ એર કન્ડિશન મશીન વગેરે  લગાવેલા હોવાથી વેપારીઓમાં નુકસાની અંગે દોડધામ થઈ હતી, પરંતુ સમયસર આગ બુજાવી દેવામાં આવી હોવાથી સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application