જૂનાગઢમાં ગોકુલ કોમ્પલેક્ષમાં સાડીની દુકાનમાં આગથી નુકસાન

  • February 28, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢના ટ્રાફિકથી ધમધમતા કાપડ બજાર તરીકે પ્રખ્યાત વિસ્તાર માંગનાથ રોડ પર ગોકુલ કોમ્પલેક્ષમા પહેલા માળ પર આવેલ સિદ્ધિ સાડીની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગની જાણ થતા કોમ્પ્લેકસ અને આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો હતો. જોત જોતા માં આગ દુકાનમાં વકરી જતા દુકાનમાં રહેલ સામાન ભસમી ભૂત થયો હતો. અને આસપાસના વિસ્તારની દુકાનો પણ બધં થઈ ગઈ હતી.જોકે ફાયર વિભાગને આગની જાણ કરતા તાત્કાલિક ફાયર ઓફિસર જાની સહિતની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ રાત્રે આગ ફરીથી ન ફેલાય તે માટે ફાયર ની ટીમ રાત ભર સ્ટેન્ડ બાય રહી હતી.
કોમ્પ્લેકસના પ્રથમ માળે સાડીની દુકાનમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ફાયર ની ટીમ સ્થળ પર પહોંચી નહીં તરતો આગ વધુ ફેલાઈ જાત તો કોમ્પ્લેકસ અને આસપાસની દુકાનો ને પણ નુકસાન થવાની શકયતા સિવાય રહી હતી જોકે આગ કાબુમાં આવી જતા વેપારી અને આસપાસના વિસ્તાર વાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application