શહેરની તમામ ખાનગી હોસ્પિટલ રેસ્ટોરન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર અને ટીપીઓ દ્વારા સર્વેની કામગીરી શરૂ

  • May 28, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ આઠ ટીમો બનાવીને યુદ્ધના ધોરણે સર્વે કરવા માટે દોડતી કરાવાઈ


રાજકોટની દુર્ઘટના ના પગલે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણ પણે સજાગ બન્યું છે, અને સૌ પ્રથમ જામનગર શહેર આસપાસના ૧૫ જેટલા ગેમઝોન બંધ કરાવી દીધા પછી આજથી શહેરની તમામ હોસ્પિટલો- રેસ્ટોરન્ટ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સઝ સિનેમાઘરો વગેરેમાં પણ ફાયર એનઓસી તેમજ બાંધકામ સહિતની તપાસણી કરવામાં આવી રહી છે.


જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર ભાવેશ જાની દ્વારા અલગ અલગ આઠ ટીમો બનાવવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં એક ફાયર વિભાગના અધિકારી તેમજ અન્ય બે ટીપીઓ વિભાગના અધિકારી સહિત ત્રણની ટુકડી બનાવીને શહેરના ૧૬ વોર્ડમાં આઠ ટીમ ને દોડતી કરવામાં આવી છે.


પ્રત્યેક ટીમને બે બે ફાળવણી કરીને સર્વે શરૂ કરાયું છે. જેમાં સૌપ્રથમ જામનગર શહેરની ૧૨૫ ખાનગી હોસ્પિટલો કે જેના દ્વારા ફાયર નું એનઓસી મેળવાયું હતું, તે તમામ હોસ્પિટલોમાં આજે સર્વે કરવામાં આવી રહ્યું છે. જયાં ફાયર એનઓસીની મુદત પૂર્ણ થઈ કે છે કે કેમ, તેમજ ફાયર ના સાધનો સંપૂર્ણપણે કાર્યરત છે કે નહીં, અને બાટલા વગેરેનું પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.


ઉપરાંત ટીપીઓ શાખા દ્વારા બાંધકામ અંગેની મંજૂરી લેવાઇ છે કે કેમ, અને બાંધકામ કયા સ્ટેજ પર છે, તે અંગેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.


હોસ્પિટલના ચેકિંગ બાદ જામનગર શહેરના તમામ રેસ્ટોરન્ટ ઉપરાંત સિનેમા ઘર, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના તમામ સ્થળો પર ચકાસણી કરવામાં આવી રહી છે. જેનો રિપોર્ટ તૈયાર કરીને ૩ દિવસમાં મ્યુનિ. કમિશનરને પહોંચાડવામાં આવશે. ત્યાર પછી આગળની કાર્યવાહી હાથ ધરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application