નડિયાદ શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડીને નકલી ચલણી નોટોનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. પોલીસે ધૂપેલીના ખાંચામાં આવેલા એક રહેણાંક મકાનમાંથી રૂ. 1.03 લાખની કિંમતની બનાવટી નોટો જપ્ત કરી છે.
નડિયાદમાં નકલી નોટો છાપવાનું રેકેટ ઝડપાયું છે. એસઓજી પોલીસે નડિયાદના વ્હોરવાડ વિસ્તારમાં દરોડો પાડીને નકલી ચલણી નોટો છાપતું કારખાનું ઝડપી પાડ્યું છે. નડિયાદના ધૂપેલીના ખાંચામાં આવેલા એક રહેણાંક મકાનમાંથી 1.03 લાખ રૂપિયાના કિંમતની બનાવટી નોટો જપ્ત કરી છે.
આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેના નામ મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ છે. આરોપીઓએ કબૂલ્યું કે તેઓ અસલી નોટોની મદદથી એ-ફોર પેપર પર કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો છાપતા હતા. સિક્યોરિટી થ્રેડ બનાવવા માટે ગ્રીન ડેકોરેશન સેલોટેપનો ઉપયોગ કરતા હતા.
પોલીસે સ્થળેથી 500ના દરની 135 નોટો, 200ના દરની 168 નોટો અને 100ના દરની 25 નોટો મળી કુલ 328 બનાવટી નોટો જપ્ત કરી છે. એફએસએલ અને બેંક અધિકારીઓએ નોટોની ચકાસણી કરતા તમામ નોટો નકલી હોવાનું સામે આવ્યું છે. એફએસએલ તપાસમાં જાણવા મળ્યું કે, નોટોમાં હલકી ગુણવત્તાનો કાગળ વપરાયો છે, કલરમાં વિસંગતતા છે, સિક્યોરિટી થ્રેડ, બ્લાઇન્ડ પર્સન માર્ક અને વોટર માર્ક નથી.
પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ખાસ કરીને આ નકલી નોટો કેટલા સમયથી બનાવવામાં આવતી હતી અને બજારમાં કેટલી નોટો ફરતી કરવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદુનિયાના આ દેશોમાં નથી ઉજવવામાં આવતો વેલેન્ટાઇન ડે!
February 13, 2025 04:59 PMઆ કંપની પોતાના કર્મચારીઓને ખુશ કરવા માટે આપી રહી છે હેંગઓવર લીવ!
February 13, 2025 04:54 PMશું વારંવાર મોઢામાં ચાંદા પડે છે? તો હોય શકે આ ગંભીર રોગની શરૂઆતના સંકેતો
February 13, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech