જામનગર માં પણ મૃત પ્રાણી-પશુનો અગ્નિ સંસ્કારથી કરાશે નિકાલ

  • September 25, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રાણીના મૃતદેહના નિકાલ માટે રાજ્યમાં સૌપ્રથમ જુનાગઢ મહાનગરપાલિકાએ પહેલ કરી છે અને ગેસ ભઠ્ઠી કાર્યરત કરી છે. આગામી સમયમાં જામનગરમાં પણ આ પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવનાર છે. આ માટે આયોજન ઘડવામાં આવી રહ્યું છે.


મહાનગરોમાં પ્રાણીના મૃત્યુ પછી તેના મૃતદેહને ઉપાડી શહેર થી દૂર જમીનમાં ખાડો કરી તેમાં મીઠું નાખી મૃતદેહનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ જુની પદ્ધતિ થી આજુબાજુના વસવાટ કરતા લોકો ને અસહ્ય દુર્ગધ સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાના નિકાલ માટે રાજ્યમાં સૌ પ્રથમ જુનાગઢ મહાનગર પાલિકાએ ગેસ આધારિત ભઠ્ઠી બનાવી છે જ્યાં મૃત પશુ-પ્રાણીના અગ્નિદાસથી નિકાલ કરવામાં આવી રહ્યા છે. હાલ ત્યાં દરરોજ ૭ થી ૮ પશુ- પ્રાણીના મૃતદેહનો નિકાલ કરવામાં આવે છે.


જામનગર મહાનગર-પાલિકાએ પણ આ મુદ્દે વિચારણા કરી છે અને આગામી સમયમાં આ પ્રકારની સુવિધા જામનગરમાં પણ શરૂ કરવામાં આવનાર છે.


હાલ આ અંગે ટેન્ડર માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને લગભગ પંદરેક દિવસમાં ટેન્ડર પ્રસિદ્ધ થઈ જશે અને આ પછી સમગ્ર પ્રોજેકટને આખરી ઓપ આપવામાં આવશે. ટુંક સમયમાં આગામી સમયમાં જામનગર મહાનગર પાલિકા દ્વારા પણ પશુ-પ્રાણીના મૃતદેહનો વૈજ્ઞાનિક ધોરણે, અગ્નિ સંસ્કારથી નિકાલ કરવાની સેવા-સુવિધા શરૂ થનાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application