વિવિધ યોજનાના લાભાર્થીઓને સરકાર દ્વારા લાભ અપાયા છે: નાણાંમંત્રી ડૉ. ભાગવત કરાડ: આંગળી ચીંધવાના પુણ્યને સાર્થક કરી આપણે સૌ સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પણ પહોંચાડીએ: સાંસદશ્રી પૂનમબેન માડમ
જામનગર તાલુકાના મોટી ખાવડી ગામે કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો. ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની આ ભૂમિ પાવનભૂમિ છે દેશને સ્વતંત્રતા અપાવવા માટે ગુજરાતના બે પનોતા પુત્રો મહાત્માગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વનું યોગદાન આપ્યું છે ત્યારે દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રમોદી તથા ગૃહમંત્રી અમિત શાહ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં સાંસદ પુનમબેન માડમે જણાવ્યું હતું કે, જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ કેન્દ્રીયમંત્રીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો છે તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું. કેન્દ્રની યોજનાઓનો લાભ ગુજરાત રાજ્યના લોકોને મળે તે હેતુથી મંત્રીએ અનેક સેમિનાર યોજી કેન્દ્રની યોજનાઓની અમલવારી વિશે માહિતગાર પણ કર્યા છે.
આંગળી ચીંધવાના પુણ્યને સાર્થક કરી સૌએ સાથે મળી સરકારી યોજનાઓનો લાભ અન્ય લોકો સુધી પણ પહોંચાડવો જોઈએ. દેશના આર્થિક અર્થતંત્રને મજબૂત બનાવવામાં બહેનો પણ ભાગીદાર થઈ રહી છે તે આપણા સૌ માટે ગર્વની વાત કહેવાય. સખી મંડળના માધ્યમથી બહેનો પોતે આત્મનિર્ભર થઈ અને પરિવારનું પણ ગુજરાન ચલાવી રહી છે. ગેરેન્ટી પણ પૂરી થવાની ગેરંટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપે છે. આ યાત્રાના માધ્યમથી તમામ જરૂરિયાતમંદોને લાભ લેવા માટે સાંસદે જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ લોકોએ સરકારી યોજનાઓનો લાભ મળ્યો તે અંગેના અનુભવ વ્યક્ત કર્યા હતા. સરકારની વિવિધ યોજનાઓ આભાકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ જેવી યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા. અને મોટી ખાવડી ગામને રેકોર્ડ ડિજિટલાઈઝેશન, ઓપન ડેફીનેશન ફ્રી ગામનું પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના સ્ટોલની સાંસદે મુલાકાત લીધી હતી. અને વડાપ્રધાનનો રેકોર્ડેડ સંદેશ સાંભળી ભારતને વિકસિત બનાવવા અંગે સૌએ સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, કરાડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા, જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાળસિંહ રાણા, અગ્રણીઓ દિલીપભાઈ ભોજાણી, મુકુંદભાઈ સભાયા, નાથાભાઈ, વિનુભાઈ ભંડેરી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી પધારેલા મહેન્દ્રભાઈ, પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech