ખંભાળીયામાં નવાપરા યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવનો તેરમાં વર્ષમાં પ્રવેશ

  • September 14, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા. 7 થી તા. 17 સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કરાયું આયોજન


ખંભાળીયા શહેરમાં અનેક સ્થળે મોટી સંખ્યામાં લોકો દ્વારા ગણેશ ઉત્સવો થાય છે ત્યારે ખંભાળીયાના નવાપરા વિસ્તારમાં નવાપરા યુવક મંડળ દ્વારા સતત તેર વર્ષોથી થતા ગણેશ ઉત્સવ તથા તેમાં દરરોજ થતા વિશિષ્ટ દર્શન તથા કાર્યક્રમો આકર્ષણરૂપ બન્યા છે.


આ તકે 7-09 થી 17-09 એમ 11 દિવસ સુધી કાર્યક્રમોનું આયોજન થયું છે, જેમાં તા. 07-09ના ભવ્ય રીતે મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં સ્થાપના થયા પછી તા. 8-09ના ગણેશજીને પ્રિય *ધ્રોકળ* તથા ફૂલના દર્શન થયા હતા. તા. 09-09ના સુકામેવાના શણગારના દર્શન, 10-09ના 101 લાડુના ભોગના વિશેષ દર્શન, 11-09ના છપ્પનભોગ દર્શન સાથે નંદ મહોત્સવ કાર્યક્રમ યોજાયા હતા.


આ ઉપરાંત તા. 12-09ના 101 દિવડાની દીપમાળાના દર્શન, તા. 13-09ના વિશિષ્ટ રંગોલી તથા રાત્રે ગાયત્રી ગરબા મંડળની શ્રીનાથજીની ઝાખીનો કાર્યક્રમ યોજાયો છે. તા. 14-09ના શાકભાજીના શણગારના અલૌકિક દર્શન, તા. 15-09ના અમરનાથ બાબાના દર્શન, તા. 16-09ના ફૂટનો અન્નકોટ તથા તા. 17-09ના બપોર પછી વિસર્જન થશે નવાપરા શેરી ન-6માં રોજ નિત્ય નવા શણગાર સાથેના દર્શનનો લાભ લેવા નવાપરાના અગ્રણી તથા પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ કણઝારીયા દ્વારા લોકોને અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application