અષાઢી બીજે સૌરાષ્ટ્ર કોકટ: રાજ્યના 42 તાલુકામાં સમ ખાવા પુરતો વરસાદ

  • July 08, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતની બોર્ડર પર આવેલા મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગઈકાલે અષાઢી બીજના દિવસે સમગ્ર રાજ્યમાં માત્ર સમ ખાવા પૂરતો વરસાદ પડ્યો છે. કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં એકમાત્ર વાપીમાં 25 મીલીમીટર એટલે કે એક ઇંચ વરસાદ થયો છે. તે સિવાયના તમામ 41 તાલુકામાં 25 મીલીમીટર થી ઓછો વરસાદ નોંધાયો છે. 35 તાલુકામાં તો માત્ર ઝાપટા પડ્યા છે અને ડબલ ફિગરમાં પણ વરસાદ નોંધાયો નથી. સૌથી વધુ નોંધપાત્ર બાબતો એ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં એક માત્ર જાફરાબાદમાં બે મિલીમીટર વરસાદ નોંધાયો છે. તે સિવાય એક પણ તાલુકામાં એક મિલી મીટર પણ વરસાદ નોંધાયો નથી.

આજે તો વરસાદનું જોર સાવ ઘટી ગયું હોય તેમ સવારે 6 થી 8 દરમિયાન માત્ર 14 તાલુકામાં વરસાદની ગેરહાજરી જોવા મળી છે. સવારના પ્રથમ બે કલાકમાં અરવલ્લી જિલ્લાના માલપુરમાં 11 મીલીમીટર વરસાદ થયો છે. બાકી બધે તો વરસાદના મીલીમીટરના આંકડા સિંગલ ડીજીટમા છે. ગુજરાતથી કેરળમાં દરિયા સુધી દરિયામાં ઓફશોર ટ્રફ જોવા મળે છે. પરંતુ તે વરસાદ ખેંચી લાવે તેટલો પ્રભાવિત નથી. આ ઉપરાંત તેવી કોઈ બાબત અત્યારે ગુજરાતમાં પ્રભાવિત કરી શકે તેવું જોવા મળતું નથી અને તેના કારણે વરસાદનું જોર નહિવત થઈ ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application