બાતમી આધારે એલસીબી ત્રાટકી : ૧૪ હજારનો મુદામાલ મળી આવ્યો
જામનગર તાલુકાના સચાણા ગામે વર્લી મટકાનો જુગાર રમતા બે શખ્સોને એલસીબીની ટુકડીએ રોકડ, મોબાઇલ અને સાહિત્ય મળી ૧૪૫૨૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા.
એલસીબી સ્ટાફ તાલુકા વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સ્ટાફના અરજણભાઇ તથા મયુદીનભાઇને ખાનગી રાહે હકીકત મળેલ કે, સચાણા ગામના પાદરમાં આવેલ બસ સ્ટેન્ડ રોડ પર વર્લી મટકાનો જુગાર રમાય છે જેના આધારે કાર્યાવાહી હાથ ધરી સચાણા ગામ કકકલ ફળીમાં રહેતા આંકડા લખનાર જાકુબ ઉર્ફે જાકુ મુસા કકકલ તથા સચાણા તળાવ ફળી ખાતે રહેતા હાજી બચુ કકકલને વર્લી મટકાનો જુગાર રમતા પકડી લીધા હતા.
પોલીસે બે મોબાઇલ, ૪૫૨૦ની રોકડ અને વર્લીનું સાહિત્ય મળી કુલ ૧૪૫૨૦નો મુદામાલ કબ્જે કરી બંનેની વિરુઘ્ધ પંચ-એમાં જુગારધારા મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.
***
રાસંગપર ગામમાં પાના ટીંચતા વેપારી સહિત ચારની અટકાયત
મેઘપર પંથકના રાસંગપર ગામ નવો પાડો વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા ૪ શખ્સોને પડાણા પોલીસે રોકડ ૪૫૦૦૦ સાથે દબોચી લીધા હતા.
રાસંગપર ગામના નવા પાડા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમે છે એવી હકીકતના આધારે મેઘપર પડાણા પોલીસે દરોડો પાડયો હતો, તિનપતીનો જુગાર રમતા રાસંગપર નવા પાડાના પ્રફુલ આણંદ કરણીયા, રણજીતનગર બ્લોક નં. જી-૩માં રહેતા કમલેશ પાનાચંદ ગુઢકા, દિ.પ્લોટ ૫૮, કૃષ્ણ કોલોનીમાં રહેતા દિપક કાંતીલાલ સુમરીયા અને હિરજી મિસ્ત્રી રોડ સન ટાવર એપાર્ટમેન્ટ મ નં. ૩૦૧ ખાતે રહેતા વેપારી ભાવેશ ધીરજલાલ માને રોકડા ૪૫૧૭૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech