ક્રિકેટ બંગલા પાસે એક ફલેટમાંથી વિજ ચોરી પકડાઇ

  • July 17, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

1 લાખનો દંડ: મીટરમાં તપાસણી કરતા સર્કીટ સાથે ચેડા કરાયા હોવાનું ખુલ્યું


જામનગર શહેરમાં વિજ ચોરી કરવા અંગે દિન-પ્રતિદિન નવા-નવા નુશખા અજમાવવામાં આવે છે, ક્રિકેટ બંગલા પાસે સિલ્વર-એ 501 નંબરના ફલેટમાં શંકાના આધારે પીજીવીસીએલ દ્વારા વિજ મીટર બદલાવાયા બાદ તપાસણી કરતા આ મીટરમાં ચેડા થયા હોવાનું ખુલતા આસામીને ા.1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


આ અંગેની વિગત એવી છે કે, ક્રિકેટ બંગલા પાસે આવેલા ફલેટમાં જુનું મીટર તપાસણી કરવા માટે લેબમાં લઇ જવામાં આવ્યું હતું, જયાં સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા લેબોરેટરી અધિકારીની ઉપસ્થિતિમાં ચેક કરાતા ીટર બોડી પાછળનો નાનો ચોરસ કટકો કાપીને અંદરની મીટર સર્કિટ સાથે એક વધારાનો રજીસ્ટન્સ જોડેલો હતો, ત્યારબાદ મીટરને બોડી સાથે ચોંટાડી દેવામાં આવ્યું હતું.


વિજ ચોરી અંગે આખુ મીટર ચેક કરાતા સ્માર્ટ રીતે પાવર ચોરી કરાતી હોવાનું ખુલ્યું હતું, સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા વિજ અધિનિયમ 2003ની કલમ 135 હેઠળ કાર્યવાહી કરી પોલીસ એફઆઇઆર નોંધવાની કામગીરી શ કરાઇ છે અને ગ્રાહકને ા.1.01368નું બીલ ફટકારવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application