૪૫ ડિગ્રી તાપમાનમાં બંધ કરવી પડે તેવી ઇલેક્ટ્રિક સિટી બસ શું કામની? વિપક્ષની આંદોલનની ચિમકી

  • April 30, 2025 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસ સેવા ૪૫ ડીગ્રી તાપમાનમાં બસ વધુ પડતી તપી જતી હોવાને કારણે બંધ પડી જતી હોય આ મામલે કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી સાથે આશ્ચર્યજનક કાર્યકમનું એલાન આપવામાં આવ્યું છે.

વિશેષમાં ઉપરોક્ત મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે પ્રદૂષણ મુક્ત બનાવવાના નામે શહેરમાં જે ઇલેક્ટ્રિક સીટી બસો દોડી રહી છે તેમાં ટેકનિકલ ખામીને પગલે સુવિધાને બદલે સમસ્યા ઉદભવી છે. શહેરમાં ૬૦ જેટલી બસો ૪૫ ડિગ્રી તાપમાનમાં ગરમ થઈ જતા બંધ કરવી પડી હતી. સવા કરોડની બસ હોય તે બંધ થઈ જાય અને ૪૦ લાખની બસ ઓન ધ રોડ ચાલી રહી છે. જે પગલે અનેક મુસાફરોને હાલાકી વેઠવી પડી હતી. આ તમામ બસોમાં ટેકનિકલ ક્ષતિઓ હોવાનું બહાર આવેલ છે. રાજકોટની ભૌગોલિક પરિસ્થિતિ જાણ્યા વગર ખરીદી કરી હોવાનું સ્પષ્ટ જણાય છે.

આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ શહેરમાં ચાલતી સીટી બસ ૫૧ ડિગ્રીથી વધુ ગરમી સહન કરી શકતી નથી પરંતુ આ બસો રાજકોટમાં ૪૫ ડિગ્રીમાં હાંફી ગઈ છે આ ગરમ થયેલી સીટી બસના મશીનમાં એલર્ટ દેખાડતા તેને હોલ્ડ ઉપર મૂકવી પડી હતી.

રાજકોટ મહાનગરપાલિકા અને એજન્સી પીએમઆઇ સાથે આ અંગે ટેકનિકલ ક્ષતિઓ સુધારવા અંગે ચર્ચા કરી છે. ઊંચા તાપમાનમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ઈલેક્ટ્રીક બસ બંધ કરવામાં આવી હતી પરંતુ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા ચલાવવામાં આવતી ઈલેક્ટ્રીક ૨૧ બસો ઓન ધ રોડ રાજકોટમાં જ ચાલી રહી હતી. એક સરખા સિદ્ધાંત અને ટેકનોલોજીની મદદથી ચાલતી બસમાં મહાપાલિકાના તંત્ર દ્વારા બંધ કરાય અને એસટી તંત્ર દ્વારા ચાલુ રખાય ત્યારે મહાનગરપાલિકા દ્વારા આજી ખરીદ કરાયેલ એજન્સી શંકાના દાયરામાં છે.

બસો બંધ કરવી પડે એ એજન્સીની ખામી દર્શાવે છે આ અંગે મુસાફરોને પડેલ તકલીફ બદલ એજન્સીને પેનલટી થવી જોઈએ અને જે બસો બંધ કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી જે કંઈ ખામી હોય તે સુધારી મુસાફરો હિતમાં તાત્કાલિક શરૂ કરવા મારી અપીલ છે.


મ્યુનિસિપલ કમિશનરને ૧૦ સવાલ

(૧) ઇલેક્ટ્રિક બસો આવી ત્યારે ગરમીમાં બંધ થઇ જશે તેવો ખ્યાલ નહોતો ?

(૨) ગત વર્ષે તો ઉનાળામાં બસો ચાલુ રહી હતી, આ વર્ષે કેમ બંધ થઇ, આવું કેમ બન્યું ?

(૩) ઇલેક્ટ્રિક બસો બંધ કરવા ફરજ પડ્યા મામલે કંપનીને જાણ કરાઈ છે કે કેમ ?

(૪) આવા કિસ્સામાં એજન્સી સામે પગલાં લેવા અંગે ટેન્ડરમાં શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે ?

(૫) ક્યારેક ડ્રાઇવરોની હડતાલ તો ક્યારેક આવા ટેક્નિકલ ફોલ્ટને કારણે બસ સેવા બંધ રહે છે તો એજન્સીને પેનલ્ટી કેમ કરતા નથી ?

(૬) ઇલેક્ટ્રિક બસો સેવામાં મૂકી ત્યારે રાજકોટના તાપમાનનો ખ્યાલ ન હતો ?

(૭) ઓવર હિટિંગ થવાનું કારણ ખરેખર તાપમાન જ છે કે બસમાં બીજો કોઇ ફોલ્ટ છે ?

(૮) અન્ય શહેરોમાં દોડતી ઇલેક્ટ્રિક બસો આ પ્રકારે દોડતી બંધ કરવા ફરજ પડી છે કે કેમ ? તેની તપાસ કરાઈ છે કે કેમ ?

(૯) એજન્સીને છેલ્લે ક્યારે નોટીસ અને પેનલ્ટી કરાઈ હતી ?

(૧૦) કંગાળ સેવા છતાં એજન્સીને બ્લેક લિસ્ટ શા માટે કરાતી નથી ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application