• 'અરબ જમાત' ના નવનિયુક્ત પ્રમુખ તરીકે સાલેહબીન અમરબીન સલા (રોજાભાઇ).
જામનગર શહેરમાં મુસ્લિમ 'અરબ જમાત' ના પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં બે ઉમેદવારો પ્રમુખપદ માટે સામે આવ્યા હતા. પીઢ અને સમાજ માટે હરહંમેશ સેવા ના કામો માટે તડપદ રહેતા કર્મનિષ્ઠ એવા સાલેહબીન અમરબીન સલા (રોજાભાઇ) અને જમાત ના કામોમાં છેલ્લા ૧૩ વર્ષ થી અનુભવ ધરાવતા એવા બાઝેર અબ્બાસબીન હબીબ (એરફોર્સ) વચ્ચે ચૂંટણી યોજાઇ હતી.
આ ચૂંટણી તા.૦૨.૦૨.૨૦૨૫ ના રોજ રવિવારે બપોરે ૪ વાગ્યા થી રાત્રે ૮ વાગ્યે સુધી શહેરના કાલાવડ નાકા બહાર વિસ્તારમાં આવેલ અરબ જમાતખાના હોલમાં ઇલેક્શન યોજાયો હતો અને ચૂંટણી દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં કુલ ૫૧૬ મતો માંથી ૪૨૨ મત પડયા હતા. જેમાં રોઝાભાઇ સલા ને ૩૧૪ મત હતા અને પ્રતિસ્પર્ધી ઉમેદવાર અબ્બાસભાઇ બાઝેર ને ૧૦૨ મત છે અને જ્યારે માત્ર ૦૬ મત રદ કરવામાં આવેલ હતા. ત્યારબાદ, સાલેહબીન અમરબીન સલા (રોજાભાઇ) નો ૨૧૨ મત થી વિજય મેળવ્યો હતો.
જામનગર ની મુસ્લિમ અરબ જમાતમાં ચૂંટણી કમિશનર તરીકે યુનુસભાઇ બાઝેર દ્વારા ફરજ બજાવી હતી. અને તેમજ ચૂંટણી અધિકારી તરીકે અબાકાદરભાઇ અરબ, હાજી ઝાકીરહુસેન મસ્કતી, હાજી આવદભાઇ બારફા, સમીર અમરભાઇ શારી, જાવીદબીન ઇબ્રાહીમ ઝાબર વગેરે દ્વારા ફરજ બજાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech