કુંભારવાડા રેલ્વે ફાટક નજીક ગાડી અડફેટે વૃદ્ધને ગંભીર ઇજા

  • June 11, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કુંભારવાડા વિસ્તારમાં અતિવ્યસ્ત રહેતા રેલ્વે ફાટક નજીક આજે એક વૃદ્વ ગાડી અડફેટે આવી જતાં તેને ગંભીર ઇજાઓ થતા ૧૦૮મારફત સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાનાના પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
ઘટનાની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ શહેરના અતિવ્યસ્ત 
રહેતા કુંભારવાડાના રેલ્વે ફાટક નજીક આજે બપોરના સમયે મહેશભાઈ ગીરજાશંકર શુક્લ(રે. હરીઓમનગર-૧, સુભાષનગર, ભાવ.) અચાનક રેલગાડીની અડફેટે આવી જતાં તેમને ગંભીરપ્રકારની ઇજાઓ થતા ૧૦૮ મારફત સારવાર માટે તાબડતોબ સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ આ અંગે વધુ વિગતની રાહ જોવાઈ રહી છે.બનાવની જાણ થતા રેલ્વે તેમજ બોરતળાવ પોલીસ કાફલો દોડી ગયો હતો. ઘટનાના પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application