ભુજીયા કોઠા પાસેનો પેેટ્રોલ પંપ ખસેડવા માટેના પ્રયાસો શરૂ​​​​​​​

  • April 19, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેશન યોગ્ય જગ્યાએ જમીન આપે તો સમાધાનના ભાગરૂ​​​​​​​પે પેટ્રોલ પંપ ખસેડાય તે માટે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના પ્રયાસો


જામનગરમાં ગોળ બાંધણીવાળા કલાત્મક અને આકર્ષક ઇ.સ.૧૮૯૩માં જેનું બાંધકામ થયું હતું તે ૧૩૭ ફુટની ઉંચાઇ ધરાવતો ભુજીયો કોઠો થોડા દિવસમાં લોકો સમક્ષ ખુલ્લો મુકવામાં આવશે ત્યારે ભુજીયા કોઠાની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ હોય જો આ સમાધાન થઇ જાય તો ભુજીયા કોઠાનું આકર્ષક વધી જાય, હાલ તો ભુજીયા કોઠાની બાજુમાં રહેલા પેટ્રોલ પંપના સંચાલકો સાથે સમાધાન થાય અને તેમને કોર્પોરેશન દ્વારા યોગ્ય જગ્યાએ જમીન આપવામાં આવે તે જગ્યાએ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે. 

જામ રણમલજીએ ૧૮૩૯ થી ૧૮૫૨ વચ્ચે ૧૩ વર્ષ સુધી બાંધકામ કરીને આ કલાત્મક ભુજીયો કોઠો બનાવ્યો હતો અને જામનગરથી ભુજ જવા માટે આ ભુજીયા કોઠાથી ગુપ્ત માર્ગ હોવાનું પણ કહેવાય છે, રૂ​​​​​​​. ૨૩ કરોડના ખર્ચે ભુજીયા કોઠાનું નવ નિર્માણ થયું છે ત્યારે સીટી ઇજનેર ભાવેશ જાની પણ પેટ્રોલ પંપના સતાવાળા સાથે વાટાઘાટ કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. જો આ શકય બને તો અને પેટ્રોલ પંપના માલીકને યોગ્ય જગ્યાએ કોર્પોરેશન ભુજીયો કોઠો બહારથી ખુબ જ આકર્ષક લાગી શકે. 

આ ઐતિહાસીક ઇમારતને સારી રીતે સાચવવા માટે રાજય સરકાર દ્વારા આદેશ કરાયા બાદ કેટલીક દુકાનો પણ આજુબાજુમાં હતી તેને દુર કરવામાં આવી છે અને કેટલાક કિસ્સામાં સમાધાન થયું છે ત્યારે રેસ્ટોરેશન વર્ક પુરૂ​​​​​​​ થઇ ચૂકયું છે ત્યારે જો બાજુમાંથી પેટ્રોલ પંપ હટી જાય તો જામનગરવાસીઓને પણ ભુજીયા કોઠાનું નવલું નઝરાણું સારી રીતે જોવા મળી શકે. જો કે હાલ તો કોઇ નકકી થયું નથી, પરંતુ આ અંગે સમાધાનના પ્રયાસો ચાલું હોવાનું પણ બહાર આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application