જૂનાગઢ મ્યુ.કોર્પેારેશનની ચૂંટણીના પડઘમ: રાજકોટથી ઈવીએમ મગાવાયા

  • November 25, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. રાય ચૂંટણી પચં દ્રારા તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યો છે. આજે જૂનાગઢ મહાનગર પાલિકાની ટીમ રાજકોટ ખાતે ૧૨૫૦ ઇવીએમ લેવા પહોંચી છે અને સાંજ સુધીમાં પરત આવ્યા બાદ જૂની પોલિટેકનિક કોલેજ ખાતે  ઈવીએમ મશીન રાખવામાં આવશે.
જૂનાગઢ જિલ્લાની છ નગરપાલિકાઓ અને મહાપાલિકાની ચૂંટણીઓને તૈયારી શરૂ કરવામાં આવી છે નગરપાલિકાઓમાં પોણા બે વર્ષથી વહીવટદાર શાસન છે યારે જુનાગઢ મહાનગરપાલિકામાં ચાર મહિનાથી વહીવટદાર શાસન કાર્યરત છે હવે ચૂંટણી આયોગ દ્રારા ચૂંટણીની તૈયારીઓ શ કરવામાં આવી છે. તાજેતરમાં જ નગરપાલિકાઓની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. યારે જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી જાહેર કરવામાં ન આવી હતી જેથી વહીવટદાર તરીકે કમિશનર હાલ કાર્યરત છે પરંતુ હવે મહાનગરપાલિકાની પણ ચૂંટણીનો ધમધમાર શરૂ કરવામાં આવ્યો છે જેથી બી યુ, સી યુ અને ચૂંટણીલક્ષી સાધનો લેવા માટે મહાનગરપાલિકા ની ટીમ આજે રાજકોટ રવાના થઈ હતી આજે સાંજ સુધીમાં રાજકોટથી ૧૨૫૦ ઇવીએમ મેળવી પરત આવી જૂની પોલિટેકનિક કોલેજ ખાતે રાખવામાં આવશે. મામલતદાર ની ટીમ દ્રારા પોલિટેકનિક કોલેજના રહેલ બિલ્ડીંગને પણ કાર્યરત કરવા કામગીરી કરવામાં આવી રહી છે. જુનાગઢ શહેરના ૨૯૬ બુથ પર ચૂંટણી થવાની છે. ચૂંટણીના પડઘમ શ થતા રાજકીય પક્ષો દ્રારા પણ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યેા છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જુનાગઢ મહાનગરપાલિકા ની વોર્ડ વાઇઝ અનામત અને ઉમેદવારોની કેટેગરીનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેથી રાજકીય પક્ષો દ્રારા પણ તે પ્રમાણે ઉમેદવારો રાખવા તજવીજ શ કરવામાં આવી છે .




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application