ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આજે ઈઈજઙ અને કાલે ધો.૧૦માં ગણિતનું પેપર

  • March 13, 2024 10:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોર્ડની પરીક્ષાનો આજે બીજો દિવસ છે જો કે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સમાં આજના દિવસે રીડિંગ માટે રજા આપવામાં આવી છે જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં આજે એસએસપીસી નું પેપર લેવાયું હતું. આખા વરસની મહેનતનો નિચોડ વિધાર્થીઓએ ગઈકાલથી ઉત્તરવહીઓમાં વહાવ્યો છે. ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારભં થઇ ગયો છે. આ વર્ષે ધોરણ ૧૦માં આશરે ૯.૫૬ લાખ વિધાર્થીઓ, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧ લાખ ૧૦ હજાર વિધાર્થીઓ અને આટર્સ કોમર્સમાં કુલ ૫ લાખ ૬૫ હજાર જેટલા વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપી રહ્યા છે.ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આજે એસપીસીસી, કાલે ધો.૧૦માં ગણિત અને ધો.૧૨ સાયન્સમાં તત્વજ્ઞાનનું પેપર રહેશે.

શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે તમામ સરળ પેપર પૂછાતા વિધાર્થીઓ માટે રાહતનો દિવસ રહ્યો હતો. ધો.૧૦માં ભાષાના પેપરમાં ગુજરાતીમાં વ્યાકરણ વિભાગ વિધાર્થીઓને થોડોક અઘરો લાગ્યો હતો. જોકે, આ સિવાય ગુજરાતીનું પેપર સરળ રહ્યું હતું. જયારે અંગ્રેજીનું પેપર પણ સરળ રહ્યું હતું. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્ત્વોનું પેપર એકદમ સરળ રહેતા ૯૦ કરતા વધુ ગુણ લાવનારા વિધાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાશે.


સાયન્સમાં પણ ફિઝિકસના પેપરમાં પુસ્તક આધારિત પ્રશ્નો પૂછાયા હોવાથી વિધાર્થીઓને રાહત અનુભવી હતી. બોર્ડની પરિક્ષામાં જોડણી તેમજ અન્ય ભૂલોની અનેકવાર ફરિયાદો આવતી હોય છે ત્યારે ધોરણ–૧૦માં ગુજરાતીના પ્રશ્નપત્રમાં જોડણીની ભૂલો થઈ હોવાનું સામે આવી છે. ઈન્દ્રજાળ, લાઈટ, છત્રી, ખોવાય સહિતના કેટલાક શબ્દોમાં જોડણીની ભુલો જોવા મળી હતી. પ્રશ્નપત્રના પેજ નંબર–૧, ૨, ૩, ૪ અને ૮માં આ પ્રકારની જોડણીની ભુલો જોવા મળી હતી. જોકે, તેને બાદ કરતા પેપર એકદમ સરળ રહ્યું હતું. સંભવત ૭ જેટલા પ્રશ્નોમાં જોડણીની ભુલો થઈ હોવાનું સામે આવ્યું છે. જોડણીની સામાન્ય ભૂલ હોવાથી મોટાભાગના વિધાર્થીઓનું ધ્યાન ગયું નહોતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application