કે.ડી. શેઠ ઉપાશ્રયમાં ઉજવાયો દ્વિ-દશાબ્દી મહોત્સવ ઉજવાયો

  • February 12, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા મંડળના 54 બહેનો અને જૈન શાળામાં 42 બાળકો સાથે ધાર્મિક અભ્યાસ


કે.ડી. શેઠ ઉપાશ્રયમાં દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવાયો. ગોંડલ સપ્રં દાયના જશ-ઝવેર-સમય-પ્રભા-દિવ્યગુરૂની ના સુશિષ્ય પી.પી.મંજુલાબાઈ સ્વામિ આદિથાણા 3 ની નિશ્રામાં કે.ડી. ઉપાશ્રયના 20 વર્ષની પૂણર્હિુતિ શેઠ સદન સ્વસ્તિક સોસાયટી ખાતે ભાનુબેન કે.ડી.શેઠ પરિવાર હસ્તે ડો.મોના દવેનભાઈ સંઘવી દ્વારા કમિટી મમ્ે બર્સની કપલ નવકારશી કરાવ્યા બાદ ઉપાશ્રયમાં વ્યાખ્યાન અને ત્યારબાદ જાપનું આયોજન કરવામાં આવ્યું હતું.


પ.પૂ. હંસાબાઈ સ્વામિ દ્વારા ઉપાશ્રયના 20 વર્ષની પૂણર્હિુતિ પ્રસંગે શુભેચ્છા આપવામાં આવી અને ભાનુબેન શેઠના સ્વ દ્વવ્યથી બનાવેલા ઉપાશ્રયમાં 20 વર્ષ દરમિયાન ખૂબ ખૂબ આરાધના કરવામાં આવી હતી. કે.ડી. શેઠ અને માતા કાંતાબેન ડી.શેઠની ઉપાશ્રય બનાવવાની અધુરી ઈચ્છા ભાનુબેન દ્વારા પુરી કરવામાં આવી હતી અને સમાજને ઉત્કૃષ્ઠ ભાવથી બનાવેલ સ્થાનક પોતાની હાજરીમાં સોપી આપવામાં આવ્યા તે માટે ભાનુબેનના ઉદાર વલણને યાદ કરી ટ્રસ્ટી અજય શેઠ દ્વારા જસ પરિવારના ધીરજમુની મ.સા.નો તેમજ જસ-ઝવેર-સમય-પૂ.ભાદિવ્ય ગુરૂની પરિવારના તમામ મહાસતિજીનો ઉપાશ્રય ઉપર અહોભાવ અને આશિવર્દિ રહ્યા છે.


ભાનુબેન શેઠ હસમુખભાઈ વિરમગામી જયંતીભાઇ દોશી પ્રમુખ તરીકે સેવા આપનાર મહેન્દ્રભાઈ ખજુરિયા દિનેશભાઈ એન. શાહના માર્ગદર્શન મુજબ સંચાલન થઈ રહ્યું છે. અને મહિલા મંડળના 54 બહેનો અને જૈન શાળામાં 42 બાળકો સાથે ધાર્મિક અભ્યાસ કરાવાઈ રહ્યો છે. જેની જાણકારી આશાબેન ખજુરિયા, પુજાબેન પટેલ, નેહાબેન ખજુરિયા, ધારાબેન મહેતા, ઘડિયાલી, રીધ્ધી મહેતા, લાલુભાઈ કોઠારી, બિપીનભાઈ શેઠ, હિતેશભાઈ ખજુરિયા, વિમલભાઇ મહેતા, રાજુભાઈ શાહ વગેરે સક્રિય સેવા આપી રહ્યા છે. જેનો આભાર માન્યો હતો. ટ્રસ્ટી સ્મિતાબને સંઘવી, ઉષાબેન વસા, અજયભાઈ શેઠ, ભરતભાઈ પટેલ, નયનાબેન મહેતા દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી.


જૈનોના કુળદેવી માટે મહિલા મંડળ દ્વારા જીવદયા પ્રોજેકટ કરવા ટ્રસ્ટી અજય શેઠ દ્વારા ફાળો કરાયો હતો. જેમાં ભાનુબેન કે.ડી. શેઠ ફેમીલી હસ્તે મોના દેવેન સંઘવી, સુશીલાબેન રમણિકલાલ શેઠ હસ્તે ક્રિશા અજય શેઠ, જ્યોત્સનાબેન મહેન્દ્રભાઈ ખજુરિયા ફેમેલી, મધુબેન જયેન્દ્રનાથ કોઠારી હસ્તે લાલુભાઈ સરલાબેન મનસુખલાલ ટોલીયા, ફેમેલી ભરતભાઈ પટેલ, સુશીલભાઈ કામદાર, વિમલભાઈ મહેતાએ પ્રાજેકટ માટે 20000 ફાળો માંગણી કરવામાં આવ્યો હતો. જ્યારે ઉપાશ્રયના બહને ો દ્વારા 27000 અને 27000 સંઘ દ્વારા મહિલા મંડળ દ્વારા જીવદયા પ્રોજેકટ માટે ફાળવવામાં આવ્યાં હતાં સંઘ તરફથી વ્યાખ્યાનમાં અને જાપમાં પ્રભાવના કરવામાં આવી હતી. સમસ્ત જૈન સમાજના ભૂતપૂર્વ પ્રમુખ નિલેશભાઈ ટોલિયા વર્તમાન ઉપપ્રમુખ વિજયભાઇ સંઘવી, સેક્રેટરી વિજયભાઇ શેઠ , ટ્રેઝરર ચેતુભાઈ શાહ દ્વારા ઉપાશ્રયના 20 વર્ષ પૂણર્હિુતિ પ્રસંગે શુભેચ્છા આપી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application