દ્વારકા: આંતર માળખાકીય વિકાસકામો માટે અપાતી ગ્રાન્ટ

  • June 14, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લામાં ઓખા નગરપાલિકાને સૌથી વધુ 6 કરોડની ફાળવણી: જિલ્લાની અન્ય પાંચ નગરપાલિકાને 3 થી 4.50 કરોડની ફાળવણી


દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યની 158 નગરપાલિકાને આંતર માળખાકીય વિકાસના કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ઓખા નગરપાલિકાને સૌથી વધુ 6 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જ્યારે જિલ્લાની અન્ય પાંચ નગરપાલિકાને ત્રણ થી 4.50 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.


ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની 158 નગરપાલિકામાં અંતર માળખાકીય વિકાસના કામો માટે કુલ રૂપિયા 387.3075 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાને 6 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જે દ્વારકા જિલ્લાની છ નગરપાલિકામાં સૌથી વધુ છે. જ્યારે જિલ્લાની જામખંભાળિયા, દ્વારકા, સલાયા નગરપાલિકાને 4.50 કરોડ અને ભાણવડ તથા જામ રાવલ નગરપાલિકાને રૂપિયા ત્રણ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં આ ગ્રાન્ટમાંથી વિકાસના કયા કાર્યો કરવામાં આવશે તે જોવાનું રહ્યું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application