તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૭૫ હજારથી વધુ મતદારો કરશે મતદાન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર સલાયા, ભાણવડ, દ્રારકા નગરપાલિકા તથા ૪-ભરાણા ખંભાળિયા તાલુકા પંચાયત તથા ૧૩-જુવાનપર કલ્યાણપુર તાલુકા પંચાયત મતદાર વિભાગની પેટા ચૂંટણીઓ અન્વયે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય દ્વારા કલેકટર કચેરીના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ સંબોધી ચૂંટણી સંદર્ભે કરવામાં આવેલ પૂર્વ તૈયારીઓ અંગે વિગતો આપી હતી.
નોંધાયેલા મતદારો
નોંધાયેલ મતદારો વિશે વિગતો આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સલાયા નગરપાલિકા વિસ્તાર માટે ૧૩,૪૧૨ પુરુષ, ૧૩,૮૫૮ સ્ત્રી મળી કુલ ૨૭,૨૭૦, ભાણવડ નગરપાલિકા વિસ્તાર માટે ૬,૧૨૪ પુરુષ, ૬,૨૦૮ સ્ત્રી મળી કુલ ૧૨,૩૩૨ તથા દ્વારકા નગરપાલિકા વિસ્તાર માટે ૧૧,૯૬૨ પુરુષ, ૧૧,૩૯૫ સ્ત્રી કુલ ૨૩,૩૫૭ તેમજ ૪-ભરાણા ખંભાળિયા તાલુકા પં.ચા. વિસ્તાર માટે ૩૨૪૫ પુરુષ, ૩૨૭૨ સ્ત્રી મળી કુલ ૬૫૧૭, ૧૩-જુવાનપર કલ્યાણપુર તાલુકા પં.ચા. વિસ્તાર માટે ૩૨૬૬ પુરુષ, ૨૯૦૭ સ્ત્રી મળી કુલ ૬૧૭૩ મતદારો નોંધાયેલા છે.
મતદાન મથકોની વિગતો
મતદાન મથકોની વિગતો આપતા જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, સલાયા નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૩૦, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૩ રહેશે. ભાણવડ નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૧૭, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૧૭ રહેશે. દ્વારકા નગરપાલિકા માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૨૫, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૮ રહેશે. ૪-ભરાણા ખંભાળિયા તાલુકા પં.ચા. વિસ્તાર માટે કુલ મતદાન મથકોની સંખ્યા ૮, સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યા ૫ રહેશે. તથા ૧૩-જુવાનપર કલ્યાણપુર તાલુકા પં.ચા. વિસ્તાર કુલ મતદાન મથકોની સંખ્યા ૭ રહેશે.
ચૂંટણી બંદોબસ્ત માટે પોલીસ જવાનો રહેશે ખડેપગે
ચૂંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ તૈયારીની વિગતો આપતા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેયએ જણાવ્યું હતું કે, નગરપાલિકા અને તાલુકા પંચાયત મતદાર મંડળમાં સમાવિષ્ટ તમામ મતદાન મથકો ખાતે અંદાજિત ૪૦૦ કરતા વધારે પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. ઉપરાંત ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ભાગરૂપે પોલીસ દ્વારા ફલેગ માર્ચ યોજવામાં આવેલ છે તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે.
આગામી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ નીચેના સ્થળોએ યોજાશે મતગણતરી
સામાન્ય ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ તેમજ પેટા ચૂંટણી હેઠળના તાલુકા પંચાયત મતદાર મંડળની મતગણતરી આગામી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ સલાયા નગરપાલિકા માટે પ્રાંત અધિકારીશ્રીની કચેરી, ખંભાળીયા, ભાણવડ નગરપાલિકા માટે સરકારી વિનયન કોલેજ, ભાણવડ, દ્વારકા નગરપાલિકા માટે એન.ડી.એચ. હાઇસ્કુલ, દ્વારકા તેમજ ૪-ભરાણા ખંભાળિયા તા.પં.વિસ્તાર માટે તાલુકા પંચાયત કચેરી, ખંભાળિયા તથા ૧૩-જુવાનપુર કલ્યાણપુર તા.પં. વિસ્તાર માટે મામલતદાર કચેરી, કલ્યાણપુર ખાતે યોજવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech