જામનગર નજીક ફોરવ્હીલ ગાડીએ રીક્ષાને ઠોકર મારતા ચાલકને ફ્રેકચર

  • February 27, 2026 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર-રાજકોટ હાઇવે પર ફોરવ્હીલે પાછળથી ઠોકર મારતા રીક્ષા પલ્ટી ખાઇ જતા ચાલક આધેડને ફ્રેકચર જેવી ઇજા પહોચી હતી, સિકકા પાટીયે કામ કરી રહેલા વૃઘ્ધને બોલેરોએ હડફેટે લેતા ગંભીર ઇજા કરી હતી. 


જામનગરના રાજપાર્ક, ક્રિષ્નાપાર્ક શેરી નં. ૧માં રહેતા રીક્ષા ડ્રાઇવર કેશુ ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.૫૩)એ ગઇકાલે પોતાની ઓટોરીક્ષા નં. જીજે૬એડબલ્યુ-૫૭૦૦ લઇ જામનગર રાજકોટ હાઇવે અતીથી હોટલની સામેના રોડ પર પહોચતા પાછળથી ટિયાગો ફોરવ્હીલ નં. જીજે૧૦ઇસી-૩૮૫૦ના ચાલકે પુરઝડપે ચલાવીને ઠોકર મારી હતી આથી રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી જેમાં ફરીયાદીને માથાના ભાગે ઇજા અને મણકામાં ફ્રેકચર જેવી ઇજા પહોચી હતી, કેશુભાઇ દ્વારા બનાવ અંગે પંચ-એમાં ફોરવ્હીલ ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.


બીજા બનાવમાં મુળ પોરબંદરના પરાવડા ગામના વતની અને હાલ સિકકા ભગવતી સોસાયટીમાં રહેતા પ્રવિણ મેપાભાઇ રાઠોડ (ઉ.વ.૨૭) નામના યુવાને પડાણા પોલીસમાં બોલેરો નં. જીજે૩બીડબલ્યુ ૧૨૧૦ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે ગત તા. ૨૪ બપોરના સુમારે ફરીયાદીના પિતા મેપા ખોડાભાઇ રાઠોડ (ઉ.વ.૫૬) કચરાનું ભરેલ ટ્રેકટર ખાલી કરવા ગયા હતા અને ખુલ્લી જગ્યા સિકકા પાટીયે કામ કરતા હતા. એ વેળાએ ઉપરોકત નંબરની બોલેરોના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી ફરીયાદીના પિતાને ઠોકર મારી હતી.
​​​​​​​

આ અકસ્માતમાં વૃઘ્ધને પેટની અંદર મુંઢ ઇજા, છાતી અને કમરના ભાગે ફ્રેકચર કરી ચાલક બોલેરો લઇ નાશી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application