સિટી બસકાંડઃ ડ્રાઈવરનું લાયસન્સ 6 મહિના માટે જ સસ્પેન્ડ કરી શકાશે, કોર્ટ કાર્યવાહીમાં ઓર્ડર થાય તો આવું થઈ શકે

  • April 17, 2025 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસના ગોઝારા અકસ્માતમાં ચાર વ્યક્તિને કચડી નાખનાર બસના ડ્રાઈવરનું લાયસન્સ ફેબ્રુઆરીમાં જ પૂરું થઇ ગયાનું પોલીસ અને આરટીઓની સંયુક્ત તપાસમાં સામે આવતા પોલીસ બસ ચાલકનું લાયસન્સ આરટીઓને મોકલી સસ્પેન્ડ કરવા માટેની ભલામણ કરશે જેને લઈને આરટીઓ દ્વારા ઓછામાં ઓછા 6 મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું.


બસમાં કોઈ ક્ષતિ ન હોવાનું સામે આવ્યું હતું

પ્રાપ્ત વિગત મુજબ ગતરોજ સવારે ઇન્દિરા સર્કલ પાસે સીટી બસના ચાલકે એક્સિલેટર વધુ દબાવી દેતા આગળ જતા વાહનો અને ચાલકો ઉપર બસ ચડી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલા સહીત ચાર વ્યક્તિના મોત થયા હતા જયારે ચાર જેટલા લોકોને ઇજા થઇ હતી. ઘટનાના પગલે લોકોના પોલીસ કમિશનર, મનપાના અધિકારીઓ, આરટીઓની ટિમ સહિતના દોડી ગયા હતા. બસનું ફિટનેસ સહિતની વિગતો મેળવતા બસમાં કોઈ ક્ષતિ ન હોવાનું સામે આવ્યું હતું. 


ડ્રાઈવર દોઢ મહિનાથી લાયસન્સ વગર જ બસ હંકારતો 

પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરથી એક્સિલેટર વધુ દબાવાય જતા બસ બેકાબુ બની હોવાનું સામે આવ્યું હતું . તેમજ ડ્રાઈવર પીધેલી હાલતમાં હતો કે કેમ તેના માટે બ્લડ સેમ્પલ લઇ એફએસએલમાં મોકલવામાં આવ્યાછે જેનો રિપોર્ટ આવ્યા બાદ સત્ય સામે આવશે. આ ઉપરાંત પોલીસે ડ્રાઈવરનું લાયસન્સ કબ્જે કરી આરટીઓને મોકલ્યું હતું. જેમાં લાયસન્સ ફેબ્રુઆરીમાં એક્સપાયર થઇ ગયાનું ખુલ્યું હતું. બસ ચાલક દોઢ મહિનાથી લાયસન્સ વગર જ બસ હંકારતો હતો. આથી પોલીસ આરટીઓને લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે મોકલશે જેમાં 6 મહિના સુધી લાયસન્સ સસ્પેંડ કરવાની ફેટલ અકસ્માતના કિસ્સામાં સત્તા હોવાનું આરટીઓ કે.એમ.ખપેડએ જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, લાયસન્સ રદ માટે જો કોર્ટ કાર્યવાહી કરે અને ઓર્ડર કરવામાં આવે તો કાયમી માટે લાયસન્સ રદ કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application