જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને એસ.ઓ.જી. શાખા, બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોર્ડ તેમજ ડોગ સ્કવૉર્ડ દ્વારા સ્લમ વિસ્તારમાં સધન ચેકિંગ કરાયું

  • October 18, 2025 11:34 AM 

જામનગર શહેરમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે એસ.ઓ.જી. શાખા, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ તેમજ ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જોકે કશું વાંધાજનક મળ્યું નથી.



જામનગર જિલ્લાના એસપી ડો. રવિ મોહન સૈનિ ના સીધા માર્ગદર્શન અને સૂચના અનુસાર એસ.ઓ.જી. શાખા ના પી.આઈ. બી.એન. ચૌધરીની રાહબરી હેઠળ એસ. ઓ. જી. નો તમામ સ્ટાફ ઉપરાંત બૉમ્બ ડિસપોઝલ સ્ક્વોર્ડ ની સમગ્ર ટીમ, અને એક્સપ્લોઝિવ પદાર્થ તેમજ નારકોટીક ડ્રગ્સ અંગેના સ્નિફર ડોગ ની અલગ અલગ બે ટીમ જોડાઈ હતી.



 જેઓ દ્વારા શહેરના સલ્મ વિસ્તારો, જેવા કે બેડી ધરાર નગર, જુના રેલ્વે સ્ટેશન, દિગ્જામ ઓવરબ્રિજ, બાવરીવાસ સહિતના અનેક વિસ્તારો ઉપરાંત પ્રદર્શન મેદાન સ્થિત એસ.ટી. ડેપો સહિતના જ્યારે જાહેર સ્થળો પર સધન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે કોઈપણ સ્થળે કશું વાંધાજનક મળ્યું નથી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application