રાજ્યના કેબિનેટમંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ની જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

  • February 12, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બેઠકમાં કુલ રૂ.૮૮૮.૯૪ લાખના ૨૯૯ કામોને મંજૂર કરવામાં આવ્યા


રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ની જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારીમંત્રીશ્રી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે જામનગર જિલ્લાના ૬ તાલુકાઓ જામનગર, કાલાવડ,ધ્રોલ,જોડિયા,લાલપુર તથા જામજોધપુર અને ધ્રોલ,સિક્કા, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકાના વિકાસકામો માટે વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.૭૬૩.૩૪લાખના કુલ ૨૪૫ કામો તથા અનુસૂચિત જોગવાઈના રૂ.૯૮.૧૦લાખના ૪૫ કામો અને ૫% પ્રોત્સાહક જોગવાઈના રૂ.૨૭.૫૦લાખના ૯ કામો મળી કુલ રૂ.૮૮૮.૯૪લાખના ૨૯૯ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.


બેઠકમાં મંત્રીશ્રીએ તમામ કામો વહેલી તકે પૂરા કરવા તેમજ ગુણવત્તાયુક્ત કામો કરી અગત્યતા ધરાવતા કામો ઝડપથી પૂરા કરવા સૂચનો કર્યા હતા.


આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, મેયરશ્રી વિનોદભાઈ ખિમસુરીયા, ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, કલેક્ટરશ્રી બી.કે.પંડ્યા, કમિશ્નરશ્રી ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર, સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત નિયામક શ્રી એ.વી.ચાંપાનેરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શારદા કાથડ, જિલ્લા આયોજન અધિકારીશ્રી પટ્ટણી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application