જન કલ્યાણકારી ૧૧ પૈકી ૯ યોજનામાં રાજકોટ જિલ્લાની ૧૦૦ ટકા કામગીરી, દેશના પાંચ જિલ્લામાં સમાવેશ

  • April 17, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રજૂ કરેલા રાજકોટ શહેરના વિવિધ માર્ગો પર દબાણોના લીધે થતી ટ્રાફિકની સમસ્યા, રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર હોટેલ્સ, પેટ્રોલ પંપો અને ગ્રામજનો દ્વારા ડીવાઈડર તોડી બનાવેલ ગેરકાયદે નિકાસથી અકસ્માતનો ભય, પદ્મકુંવરબા હોસ્પિટલની નવીનીકરણની કામગીરી સહિતના પ્રશ્નોનાં સંબંધિત અધિકારીઓ દ્વારા કરાયેલી કામગીરી અંગે જવાબ રજૂ કરાયા હતા.

આ ઉપરાંત ધારાસભ્ય દર્શિતાબેન શાહ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પૈકી રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળાના સ્થળ માટેના પ્રસ્તાવિત વિકલ્પો, શહેરમાં જર્જરિત મકાનો, ગેરકાયદે ચાલતા કતલખાના, અનાજ વિતરણ, જિલ્લામાં ઇકો ટુરિઝમના વિકાસ માટેનું આયોજન, ભિક્ષાવૃત્તિ કરતા બાળકોના રેસ્ક્યું સહિત રજુ કરાયેલ પ્રશ્નોનાં સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા. જન પ્રતિનિધિઓ દ્વારા રજુ થયેલા પ્રશ્નોનાં વહેલી તકે નિવારણ લાવવા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને તાકીદે કામગીરી કરવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેકટરએ રાજકોટ જિલ્લાની "પ્રધાનમંત્રી એવોર્ડ" માટે પસંદગી થઈ હોવાની ખુશી જન પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ સમક્ષ વ્યક્ત કરતા જિલ્લાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. જન કલ્યાણકારી ૧૧ યોજનાઓ પૈકી ૯ યોજનાઓમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક મેળવી સર્વાંગી વિકાસમાં દેશના પાંચ જિલ્લામાં રાજકોટ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુમાં જિલ્લા કલેકટરએ "સુજલામ સુફલામ જળસંચય" યોજના અંતર્ગત સંબંધિત અધિકારીઓ દ્વારા થનાર કામગીરી અંગે વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.આ બેઠકમાં નિવાસી અધિક ક્લેક્ટર એ.કે.ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારી સર્વે ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી, આર.આર.ખાંભરા, રાહુલ ગમારા, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રી કે. વંગવાણી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application