જોડીયામાં વિદ્યાર્થીઓને સેનેટરી પેડનું વિતરણ

  • April 20, 2024 09:56 AM 

બાલમંદિરના બાળકોને એજ્યુકેશનલ રમકડા, સ્માર્ટ ટીવી અને નવીનીકરણ માટે આર્થિક સહાય


જોડિયાની પ્રખ્યાત સામાજિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીની બાળાઓને સ્ટેટ બૈંક ઓફ ઇન્ડિયા તરફથી તેમના સી.એસ.આર. યોજના હેઠળ સેનેટરી પેડ અને બાલમંદિરના બાળકોને એજ્યુકેશનલ રમકડા, સ્માર્ટ ટીવી અને નવીનીકરણ માટે આર્થિક સહાય આપવામાં આવી છે. 


સ્ટેટ બૈંક ઓફ ઇન્ડિયા ના જનરલ મેનેજર શ્રી બલદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ભેટથી સંસ્થાની વિદ્યાર્થીની બાળાઓને સ્વાસ્થ્યનો લાભ મળશે. ઉપરાંત, સ્વચ્છતા બાબતે જાગરૂકતા પણ આવશે. આ ઉપરાંત, બાલમંદિરના બાળકોનો પણ સર્વાંગી વિકાસ થશે. 


છેલ્લા ૭૪ વર્ષથી જોડિયા જેવા છેવાડાના - પછાત વિસ્તારમાં આવેલ, ગાંધી વિચાર ઉપર ચાલતી હુન્નરશાળા સંસ્થા દ્વારા બાળ કલ્યાણ, કન્યા કેળવણી, કન્યા છાત્રાલય, મહિલા ઉત્કર્ષ પ્રવૃતિ વગેરે ચાલે છે. 


સ્ટેટ બૈંક ઓફ ઇન્ડિયા તરફથી તેમના સી.એસ.આર. યોજનાના કો-ઓર્ડિનેટર શ્રીમતી દૃષ્ટિબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થીની બાળાઓને સેનેટરી પેડ આપવામાં આવ્યા હતા. 


સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના જનરલ મેનેજર શ્રી બલદેવભાઈ પટેલે સંસ્થાની મુલાકાત દરમ્યાન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ચાલતી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, સંસ્થાની બાળાઓને બેંકિંગ વિષે અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અપાતી બેંકિંગ સેવાઓ વિશે સમજણ આપી હતી અને વિદ્યાર્થીની બાળાઓને અભ્યાસ અને સેવાકીય પ્રવૃતિ માટે પ્રોત્સાહિત કરી હતી. 


હુન્નરશાળામાં ચાલતા બાલમંદિરમાં હાલ ૧૫૩ બાળકો છે, જેમના સર્વાંગી વિકાસ માટે સ્માર્ટ ટીવી અને અભ્યાસમાં ઉપયોગી થાય એવા રમકડાની ભેટ આપી હતી. આ કાર્યક્રમમાં જોડિયા બ્રાન્ચ મેનેજર શ્રીમતી ભાવિકાબેન કણજારિયા અને ભાર્ગવભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 


સંસ્થા પરિવાર વતી ટ્રસ્ટી શ્રી અશોકભાઈ વર્માએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો આ અમુલ્ય અનુદાન માટે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application