૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડ પ્રકરણમાં દિલીપ સંઘાણીને સુપ્રિમ કોર્ટમાંથી મળી રાહત

  • February 28, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીને ફિશરીઝ પ્રકરણના આરોપોમાંથી સુપ્રીમ કોર્ટે ચાર્જ મુકત કર્યા છે.તેમને મોટી રાહત મળી છે.દિલીપ સંઘાણીને સુપ્રીમ કોર્ટ દ્રારા ૪૦૦ કરોડના ફિશરીઝ પ્રકરણમાં ચાર્જ મુકત કરવાનો હત્પકમ કરવામાં આવ્યો છે.આમ વર્ષ ૨૦૦૭ માં શરૂ થયેલી ફિશરીઝ કૌભાંડની કાનુની લડાઈ નો અતં આવ્યો છે.
આ સમગ્ર કેસની વિગત મુજબ વર્ષ ૨૦૦૭માં અમરેલીથી ધારાસભ્ય બનેલા દિલીપ સંઘાણી કૃષિ, સહકાર, પશુપાલન, ફિશરીઝ સહિતના વિભાગના કેબીનેટ મંત્રી હતા અને ફિશરીઝ વિભાગના રાયકક્ષાના મંત્રી તરીકે હાલના વર્તમાન મંત્રી પરસોત્તમ સોલંકી હતા. તે વખતે એક વ્યકિતએ તે વખતના રાયકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી સામેે ૩૦ લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો આક્ષેપ કરી પરસોત્તમભાઈ સોલંકી સામે ફરિયાદ કરવા મંજૂરી માંગી હતી.
ત્યારબાદ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેબીનેટની બેઠકે મંજૂરી આપી ન હતી જે તે સમયે રાયના રાયપાલ તરીકે કમલા બેનીવાલ હતા અને ૨૦૧૨માં પરસોતમ સોલંકી સામે ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપતા ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ હતી.જેમા કોર્ટ દ્રારા તપાસ કરવાનો હત્પકમ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરના એસીબી દ્રારા કરવામાં આવેલ તપાસના અંતે કોઈ કારણોસર વર્ષ ૨૦૧૪ના વર્ષમાં અંતિમ રિપોર્ટમાં આરોપી નંબર બે તરીકે તત્કાલીન કેબીનેટ મંત્રી દિલીપ સંધાણીનું નામ જોડવામાં આવ્યું હતું.
કોર્ટના વર્ષ ૨૦૨૧ના હત્પકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૨૪ના રોજ ગુજરાત હાઈકોર્ટે દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી રદ કરી હતી. જેથી દિલીપ સંધાણીએ તેમના એડવોકેટ મારફતે સુપ્રીમ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી.
ગાંધીનગરની કોર્ટ દ્રારા વર્ષ ૨૦૧૫માં દિલીપ સંઘાણી સામે સમન્સ ઈસ્યૂ કરવાનો હત્પકમ કરાયો હતો. જેથી ગાંષીનગરની કોર્ટના સમન્સ ઈસ્યૂ કરવાના હત્પકમને હાઈકોર્ટમાં પડકારતા કોર્ટ દ્રારા ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટમાં પ્રિ–ચાર્જ પુરાવો લીધા બાદ ડિસ્ચાર્જ અરજી કરવાનો હત્પકમ કર્યેા હતો. દિલીપ સંધાણી દ્રારા ડિસ્ચાર્જ અરજી કરાઇ હતી. ડિસ્ચાર્જ અરજી વર્ષ ૨૦૨૧માં નામંજૂર કરવામાં આવી હતી. જેથી ગાંધીનગરની કોર્ટના હત્પકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
જેમાં ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ જસ્ટિસ સુધાંશુ પુલિયા અને જસ્ટીસ વિનોદ ચંદ્રનની ખંડપીઠમાં સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અને ભારત સરકારના પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી દ્રારા દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્રારા દિલીપ સંઘાણીને આરોપ(ચાર્જ)માંથી મુકત જાહેર કરવાનો હત્પકમ કરવામાં આવતા કાનૂની લડાઈ નો અતં આવ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application