જામનગર શહેરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધ્વજાજી, પૂજા-અર્ચના

  • July 29, 2024 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રાવણ માસ દરમ્યાન ચાંદીના આભુષણોના દર્શન



જામનગરમાં સેન્ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં.૧ ખાતે આવેલ અતિપૌરાણીક અને સુપ્રસિદ્ધ ચાંદીથી મઢાયેલા પિપળેશ્વર મહાદેવ મંદીરમાં તા.૦૫/૦૮/૨૦૨૪, શ્રાવણ સુદ-૧ થી શરૂ થવા જઈ રહેલ શ્રાવણ માસના પ્રથમ સોમવારના દિવસે સવારે ૯:૦૦ કલાકે દાતાઓના તેમજ લતા વાસીઓના સાથ સહકાર અને સહયોગથી બનાવેલ ચાંદીના તમામ આભુષણોની શાસ્ત્રોકત વિધી મુજબ પૂજા અર્ચના કરવામાં આવશે. ત્યારબાદ દરરોજ શ્રાવણ માસ દરમ્યાન સાંજે ૬ થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી આ ઉતમ પ્રકારના બનાવેલ તમામ ચાંદીના આભુપણોના દર્શન શિવભક્તોને કરાવવામાં આવશે. તદ્ઉપરાંત શ્રાવણ માસના પ્રથમ દિવસે સવારે ૯:૦૦ કલાકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્વજાજીની પૂજા રાખવામાં આવેલ છે.


આખા શ્રાવણ માસ દરમ્યાન બહેનો દ્વારા દર સોમવારે ૧૦૮ દિવડાઓની આરતી તેમજ ફુલ મંડળી દ્વારા મંદીરને ફુલનો શણગાર કરી મંદીરની શોભા વધારવામાં આવશે અને પ્રથમ દિવસની ધ્વજાજી પૂજાના યજમાન નંદનભાઈ ભટ્ટ તેમજ તેમના પત્ની અંજલીબેન ભટ્ટ ઉપસ્થિત રહી પૂજા વિધીનો લાભ લેશે. આ ધાર્મિક કાર્યક્રમ સૂર્યનારાયણ મંદીરના પૂજારી દધીજી મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધી મુજબ પૂજા કરવામાં આવશે. આ તમામ ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન શારડા ફોરેકસ પરિવારના મોભીઓ હરીઓમભાઈ શારડા તથા રામભાઈ શારડા તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. વધુ વિગત માટે મંદિરના પુજારી પરિમલભાઈ ભટ્ટ (મો.નં. ૬૩૫૪૫ ૩૭૭૮૦), આજ વિસ્તારના એડવોકેટ પાર્થ ડી. સામાણી (મો.નં. ૮૩૪૭૫ ૦૫૫૦૦), પ્રફુલભાઈ ચોકસી (મો.નં. ૯૯૨૪૧ ૨૮૪૦૧) તેમજ કિરીટભાઈ ચોકસી (મો.નં. ૯૮૯૮૪ ૮૯૧૯૯) નો સંપર્ક કરવો. આ તમામ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા પિપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ તરફથી શિવભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application