જામનગર એસ.ટી. વિભાગ નિયામક દ્વારા લેવાયું પગલું: અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ
જામનગર વિભાગીય નિયામક બી.સી. જાડેજા દ્વારા ધ્રોલ ડેપો મેનેજર-બી રફીક શેખને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે, આ હુકમના કારણે અધિકારી-કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
જામનગર મુખ્ય યાત્રિક ઇજનેરના પત્ર નં. એસ.ટી.જી.-એમ.ઇ.-ગ-શાખા ૧૬૦ તા. ર૩/૦૧/ર૦ર૪ ના પત્રમાં જણાવ્યા અનુસાર વાહન નં. જી.જે.૧૮.ઝેડ. પ૩પ૪ અંગે તા. ર૭/૧ર/ર૦ર૩ ના રોજ બાય મેલ દ્વારા સદરહું બસમાં એક પણ મીટર કામ કરતા ન હતા, સીટો ફાટેલી હતી અને નીચે પડી ગયેલી હતી, કેટલીક વીન્ડો લાગેલ ન હતી, જેવી ખામી બાબતની ફરિયાદ કરવામાં આવેલ હતી, જે અન્વયે આ ખામી દૂર ન કરતા વિભાગીય આંતરિક ઇજનેર જામનગરના પત્ર નં. ડીસી-જામ-એમ.ઇ.-૧૦ર તા. ૧૬/૦૧/ર૦ર૪ સુધી પુખ્ત ખામીઓ દૂર ન કરતા વિભાગીય નિયામક એસ.ટી. જામનગર દ્વારા ધ્રોલ ડેપો મેનેજર રફીક શેખને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
આ હુકમમાં જણાવ્યા અનુસાર રફીક શેખે વિભાગીય અંતરાયલ એસ.ટી. જામનગર સમક્ષ હાજરી પૂરવાની રહેશે અને આ સસ્પેન્સન્સ દરમ્યાન તેઓને હાલ મળતા પગારના બદલે સર્વિસ રેગ્યુલેશનની કલમ ૮૩-બી મુજબ પ૦ ટકા પગાર અથવા ડેપો મેનેજર-બીની કક્ષાનો મુળ પગાર તે બેમાંથી જે વધારે હોય તે પગાર સબસીટીશન એલાઉન્સ મળશે તેમજ પૂર્વ મંજુરી વગર હેડ કર્વાટર છોડી શકશે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરમાં બેક ઓફ બરોડાની લાલ બંગલા બ્રાંચમાં ATM માં પૈસા જમા કર્યા...પણ થયા નહી
April 15, 2025 05:58 PM‘મંદિરની સુરક્ષા વધારી દ્યો...’ રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તમિલનાડુથી ઇ-મેઇલ મળ્યો
April 15, 2025 05:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech