સુતારીયા ગામે દેવી ભાગવત સપ્તાહમાં રસ તરબોળ થતા ભક્તો

  • April 19, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બુધવારે થશે મંગલ પૂર્ણાહુતિ



ખંભાળિયા તાલુકાના ભાણવડ માર્ગ પર આવેલા સુતારીયા ગામે સ્થિત પૂજ્ય કરસન ભગતની જગ્યા - રામેશ્વર ધામ ખાતે મંગળવાર તારીખ 16 થી શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ થયો છે.


જાણીતા કથાકાર શ્રી કૌશિકભાઈ ભટ્ટ (રાણસીડી)ના વ્યાસાસને ચાલી રહેલી આ ભાગવત સપ્તાહમાં આજરોજ ગુરુવારે જગદંબા પ્રાગટ્ય તેમજ રાત્રે 10 વાગ્યે જાણીતા કલાકારો સાથેના સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આગામી મંગળવાર તારીખ 23 મી ના રોજ રાસલીલા મંડળીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દેવી ભાગવત સપ્તાહની મંગલ પૂર્ણાહુતિ બુધવાર તારીખ 24 મી ના રોજ થશે. આ સપ્તાહ દરમિયાન જુદા જુદા સ્થળોએથી જાણીતા સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે.  દરરોજ સવારે 9 થી 12 તથા બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજક પૂજ્ય મણીમાતા (ગુરુ શ્રી મંગલનાથજી) તેમજ નગાભગત (ગુરુ શ્રી મણી માતાજી) દ્વારા ધર્મપ્રેમી જનતાને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application