’’માનવસેવા એ જ પ્રભુ સેવા’’ અંતર્ગત યોજવામાં આવેલ અદભૂત ’’ રકત યજ્ઞ-૨૦૨૫ ’’ માં રેકોર્ડ બ્રેક ૨૬૫૧ બ્લ્ડ યુનિટ એકત્રિત કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ.

  • April 07, 2025 06:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપના એક ટીપા લોહીથી જો કોઇની જીંદગી બચાવી શકાતી હોય તો આ મનુષ્ય જીવનમાં આપનુ એક વીરતાપૂર્વકનુ યોગદાન માનવામાં આવે છે. આ પ્રકારના માનવ સંવેદનના સાથે જોડાયેલ હકિકતને નજર સમક્ષ રાખી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તા.૦પ/૦૪/ર૦રપના રોજ ખંભાળીયા તેમજ દ્વારકા ખાતે એક અદભૂત મેગા બ્લ્ડ ડોનેટ કેમ્પ ’’ રકતદાન-૨૦૨૫’’ નુ આયોજન કરી ઐતિહાસિક કુલ ૨૬૫૧ જેટલી યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવેલ. 


    થેલેસેમિયા જેવી ગંભીર પ્રકારની બિમારીથી પીડાતા લોકો કે જેઓને સમયાંતરે સારવારના ભાગરૂપે બ્લડની જરૂરીયાત રહેતી હોય છે. આવા જરૂરીયાતમંદ બિમાર લોકોને  સરળતાથી બ્લડ મળી શકે અને તેઓની જીંદગી બચાવી શકીએ  તો તે આપણા માટે એક ગૌરવની વાત કહી શકાય. આવા જ એક સમાજપયોગી અભિગમને સાર્થક રૂપ બનાવવા તેમજ માનવસેવાના પ્રયત્નના ભાગરૂપે રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ સા. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકનિતેશ પાંડેય સા. નાઓના સીધા માર્ગદર્શન અને સુચનાથી તા.૦પ/૦૪/ર૦રપના રોજ ખંભાળીયા ટાઉન હોલ ખાતે તેમજ દ્વારકા સનાતન આશ્રમ ખાતે જાણકાર તજજ્ઞ અને અનુભવી  ડો.લક્ષ્મણ કનારા ડો. પ્રકાશ ચંડેગરા તથા ડો. અનુજા તેરાપલ્લી, ડો. નલીન સુમેસરાનાઓની ગાઇડ લાઇન મુજબ સુગમતાપૂર્વકની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ.
 

આ મહા રકતદાન કેમ્પ એટલે કે   ’’રકત યજ્ઞ-૨૦૨૫ ’’ નુ હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઇ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન જામનગરના સહયોગથી સુવ્યવસ્થિત અને સુંદર રીતેનુ આયોજન કરવામાં આવેલ. જેમાં ના.પો.અધિ. હાર્દિક પ્રજાપતિ, ના.પો.અધિ.સાગર રાઠોડ, ના.પો.અધિ. વિસ્મય માનસેતા તથા પો.ઇન્સ. કે.કે.ગોહિલ, એલ.સી.બી., પો.ઇન્સ. પી.સી.સીંગરખીયા એસ.ઓ.જી., પો.ઇન્સ. બી.જે.સરવૈયા ખંભાળીયા પોલીસ સ્ટેશન, પો.ઇન્સ. ડી.પી. ભટ્ટ દ્વારકા પોલીસ સ્ટેશન, પો.સ.ઇ. યુ.બી.અખેડ કલ્યાણપુર પોલીસ સ્ટેશનનાઓ દ્વારા અથાગ પરીશ્રમ દાખવવામાં આવેલ જેના પરીણામ ફલ સ્વરૂપ સમાજના વિવિધ વર્ગ-ધર્મ- જાતિના પુરૂષ- મહીલાઓ સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ, હોમગાર્ડઝ, જી.આર.ડી., ટી.આર.બી.ના જવાનો તથા નેવી, બી.એસ.એફ., કોસ્ટગાર્ડ, એમ.ટી.એફ. ફોર્સના જવાનો તથા બિનસરકારી સંસ્થાઓ, હોટલ એસોશિયેશન, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ સંતો-મહંતો, દ્વારકાધીશ મંદીરે પધારેલ દર્શનાર્થીઓ વિગેરે આ માનવસેવારૂપી મહા રકતદાન કેમ્પમાં જોડાયેલ. 


    ખાસ કરીને પાકીસ્તાનથી કુલ ૧૧ લોકો ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે પધારેલ જેઓને આ રકત યજ્ઞ-૨૦૨૫ની જાણકારી થતા જ તેઓએ દ્વારકા મેગા રકતદાન કેમ્પની મુલાકાત લઇ પોતાની સ્વેચ્છાએ રકતદાન કરી ધન્યતાની અનુભૂતિ કરેલ. 


           ’’ રકત યજ્ઞ-ર૦રપ’’ માં ખંભાળીયા તેમજ દ્વારકા ખાતેના કેમ્પોમાં જામ ખંભાળીયા, જામનગર તથા અમદાવાદની કુલ  ૩ જનરલ હોસ્પીટલ તથા ૪ બ્લડ બેંકોના ૧૧ ડોકટરની  કુલ ૮ ટીમો કાર્યરત રહેલ. જેમાં અનુભવી ડોકટર્સ મળી કુલ ૧ર૬ જેટલા મેડીકલ સ્ટાફ સતત ખડેપગે રહી અવિરતપણે પોતાની સેવાઓ પુરી પાડેલ. 


   ’’ રકત યજ્ઞ-ર૦રપ’’ માં તમામ રકતદાતાઓ તરફથી સારો એવો પ્રતિસાદ મળતા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ અદભૂત અને ઐતિહાસિક રીતે સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે. આ મેગા બ્લડ ડોનેશનના ખંભાળીયા ખાતેના કેમ્પમાંથી ૧૫૦૩ યુનિટ બ્લ્ડ  તથા દ્વારકા ખાતેના કેમ્પમાંથી ૧૧૪૮  યુનિટ બ્લ્ડ મળી ભગવાન દ્વારકાધીશની ભૂમિ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઐતિહાસિક દાખલા રૂપેની કુલ ૨૬૫૧ યુનિટ બ્લડ એકત્રિત કરેલ.  


    આ મહારકતદાન કેમ્પમાં સહભાગી થનાર તમામ રકતદાતાઓના યોગદાન અને આ પ્રકારની સમાજ ઉપયોગી માનવસેવાને ઉમળકાભેર આવકારી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સા. દ્વારા તમામ રકતદાતાઓનો અંતઃકરણપૂર્વક આભાર વ્યકત કરી તમામ રકતાદાતાઓને તેઓએ આપેલ અમૂલ્ય યોગદાન બદલ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવેલ. આ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તરફથી યોજવામાં આવેલ માનવ સેવારૂપી કાર્યને મહાનુભાવો, અલગ અલગ સમાજના આગેવાનો, સરકારી- બિન સરકારી સંસ્થાઓ, તેમજ વૈવિધ્ય સમાજના લોકો દ્વારા ખૂબ સારી રીતે આવકારવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News