સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડીફોલ્ટર સભાસદને સજા

  • February 06, 2025 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬ માસની જેલની સજા અને ચેક મુજબની રકમનો દંડ


જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ સુનિલ પરષોત્તમ ભાઈ ઉધરેજાએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ  ચેક આપેલ અને  સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી  નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - ૧૩૮ અન્વયે  આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલા હતો.


આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો  અને   આરોપીને  ૬ માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ  રૂ ૧,૧૦,૫૩૦નો દંડ તેમજ આરોપી ગેરહાજર હોવાથી વોરંટ ઇસ્યુ કરવાનો  હુકમ કરવામાં આવેલ  છે.


આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા,જયદીપસિંહ જાડેજા  રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application