જામનગર શહેરના વેપારીઓ- નાગરિકોને ઓનલાઈન ફ્રોડ ટોળકી થી બચવા સાયબર ક્રાઇમની અપીલ

  • March 04, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જામનગરના સર્વે વેપારીઓ તેમજ નાગરિકોને અપીલ કરવામાં આવે છે, કે તમને આર્મી ના નામનો દુરઉપયોગ કરી અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન કરીને ઊંચા ભાવે માલ ખરીદવાનો ઓર્ડર આપે, તો ખાતરી કરીને જ માલ મોકલવો. તેમજ ગુગલ પે, ફોન પે, એટીએમ દ્વારા ઓનલાઈન પેમેન્ટ આપવાની વાત કરે તો ખાસ તકેદારી રાખવી.
ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ પર ટ્રાન્સફર ફ્રોડ, ટ્રેડિંગ ફ્રોડ, ઓનલાઇન રેટિંગ ફ્રોડ, કે પેન્સિલ પેકિંગ કામ જેવી ઓનલાઇન ઘર બેઠા રૂપિયા કમાવવાની લાલચમાં પડવું નહીં.
કોઈપણ કંપનીના કસ્ટમર કેર નંબર ઉપર કે અજાણી વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરતી વખતે બેંક ખાતા ને લગતી માહિતી કે ઓટીપી ક્યારેય આપો નહીં, તેમજ ફોન પર વાત કરતા સમયે સામા વાળાએ મોકલેલ લીંક પર ક્યારેય ક્લિક કરવું નહીં, તેમજ સામા વાળાએ મોકલેલ એપ્લિકેશન ક્યારે ડાઉનલોડ કરવી નહીં. હંમેશા સાવચેત રહો, અને સુરક્ષિત રહો, તેવી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સર્વેને અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application