જામનગર શહેરમાં ક્રિકેટનો સટ્ટાબાઝ આબાદ ઝડપાયો

  • January 22, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮માં રહેતો અશોક તુલસીદાસ માવ નામનો શખ્સ ગઈકાલે જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇ.ડી. મારફતે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો હોવાનું ધ્યાનમાં આવતાં સીટી-એ. ડિવિઝન પોલીસે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ૧૦ હજારની કિંમતનો મોબાઇલ ફોન અને ૧૧૦૦ રોકડ રકમ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.
​​​​​​​

 પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરમાં રહેતા શંકરભાઈ ઉર્ફે સી.ડી. રામાણી નામના ક્રિકેટના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબૂલતાં પોલીસે સીડીને ફરારી જાહેર કર્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application