શહેર જામનગર કન્સ્ટ્રકશનનુ કામકાજ કરતી સ્ટીલીંગ એન્ટરપ્રાઈઝ પેઢી દ્વારા જી.આઈ.ડી.સી. ફેસ-૩ મા આવેલ પ્લોટમા નવા વીજકનેકશન માટેના ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટના ચાર્જીસ રૂ. ૨,૯૦,૮૩૮ તા.૨૩-૧૨-૨૦૨૧૦ ના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.મા ભરપાઈ કર્યા બાદ, વીજકંપની દ્વારા તેના પ્રવર્તમાન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટના નિયયોમા ફેરફાર થતા ઉપરોકત પેઢી પાસેથી ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ માટે રૂ.૨,૯૦,૮૩૮ ફરીથી વસુલ લેતા, સ્ટીલીંગ એન્ટરપ્રાઈઝ પેઢી દ્વારા પી.જી.વી.એલ.પાસેથી ડેવલોપમેન્ટ ચાર્જીસના ફરી વખત લેવામા આવેલ રકમ પરત આપવા લેખિતમા માંગણી કરતા, વીજ કંપની દ્વારા નવા વીજકનેકશન માટે ફિકસ ચાર્જ વસુલ કરવાના નિયમોમા ફેરફાર થયેલ હોય અને નવા નિયમો લાગુ પડયાની તારીખ અગાઉના કેસોમા પણ લાગુ પાડવામા આવેલ હોવાથી, સ્ટીર્લીંગ એન્ટરપ્રાઈઝ પેઢીને રૂ.૨,૯૦,૮૩૮ રીફન્ડ આપવાનો ઈન્કાર કરતા, સ્ટીલીંગ એન્ટરપ્રાઈઝ પેઢીના ભાગીદારો (૧) ભરતભાઈ વીરજીભાઈ પટેલ તેમજ (૨) સિધ્ધાર્થભાઈ ભરતભાઈ પટેલ દ્વારા વીજ કંપની વિરૂધ્ધ રૂ. ૨,૯૦, ૮૩૮ વ્યાજસહિત વસુલ લેવા જામનગરની અદાલતમા સને ર૦૧૪મા દાવો દાખલ કરેલો હતો.
તે દાવાના કામે રજુ થયેલ પુરાવા ઉપરથી સ્ટીલીંગ એન્ટરપ્રાઈઝ પેઢી પાસેથી ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટના હેઠળ બે વખત રકમ વસુલ લેવામા આવેલ હોવાનું તેમજ જે નિયમોના ઓઠા હેઠળ રકમ પરત આપવાનો ઈન્કાર કરવામા આવેલ હતો તે નિયમની લાગુ તારીખ પહેલા જ સ્ટીલીંગ એન્ટરપ્રાઈઝ પેઢી દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચરનું કામકાજ પુરુ કરી નાખવામાં આવેલ હોવાનુ રેકર્ડ ઉપર આવતા, સ્ટીલીંગ એન્ટરપ્રાઈઝ પેઢી દ્વારા રજુ થયેલ પુરાવા, દલીલો તેમજ કાયદાકીય આધારોને ધ્યાને લઈ જામનગરના એડીશ્નલ સિનિયર સિવિલ જજ દ્વારા સ્ટીર્લીંગ એન્ટરપ્રાઈઝ પેઢીને રૂ. ૨,૯૦,૮૩૮ દાવાની તારીખથી ઉપરોકત રકમ વસુલ આવતા સુધી વાર્ષિક ૬ ટકાના વ્યાજ સાથે પરત ચુકવવાનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. વિરૂધ્ધ હુકમ ફરમાવેલ છે. ઉપરોકત દાવાના કામે વાદી સ્ટીર્લીંગ એન્ટરપ્રાઈઝ પેઢી વતી વકીલ તરીકે ચિરાગ કે.નથવાણી, ધર્મેશ સી.રાઠોડ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech