રકમ ન ચુકવે તો મિલકતમાંથી રકમ વસુલ કરવાનો હુકમ કરતી અદાલત
જામનગરમાં રહેતા અને બ્રાસપાર્ટનો વ્યવસાય કરતાં અને ખુબ જ પ્રતિષ્ઠા ધરાવતા જીલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઇટર રીતેશ હરીલાલ અજુડીયા પાસેથી ઓડીશા ની પેઢી કલ્યાણી સેલ્સ દ્વારા અલગ અલગ બીલથી ઉધારથી રૂ.૩,૮૬,૦૨૧/- નો બ્રાસપાર્ટ નો માલની ખરીદી કરવામાં આવેલ. જે માલ રીતેશભાઈ દ્વારા ટ્રાન્સપોર્ટ મારફત મોકલી આપવામાં આવેલ. જે માલ મોકલયા બાદ રીતેશભાઈ દ્વારા કલ્યાણી સેલ્સ.ના પ્રોપરાઈટર પાસે બ્રાસપાર્ટની લેણી રકમની માંગણી કરવામાં આવેલ. પરંતુ કલ્યાણી સેલ્સના પ્રોપરાઈટર દ્વારા રકમ ચુકવવામાં આવેલ નહિં, અને ગલ્લા તલ્લા કરવામાં આવેલ. જેથી રીતેશભાઈ દ્વારા તેમનાં વકીલ મારફત કલ્યાણી સેલ્સના પ્રોપરાઈટર ને કાનુની નોટીસ મોકલવામાં આવેલ, અને રકમ ચુકવી આપવા જણાવવામાં આવેલ. પરંતુ કલ્યાણી સેલ્સના પ્રોપરાઈટર દ્વારા રકમ ચુકવેલ નહિં, કે નોટીસનો પણ કોઇ જવાબ આપેલ નહિં. જેથી નારાજ થઇ જીલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર : રીતેશભાઇ દ્વારા તેમનાં વકીલ મારફત જામનગરની અદાલતમાં સમરી દાવો દાખલ કરવામાં આવેલ.
જે દાવો ચાલી જતા વાદી રીતેશભાઈ ના વકીલ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવેલ અને અદાલતમાં તમામ આધાર પુરાવાઓ રજુ કરી અને હુકમનામું મેળવવા માટે રજુઆતો કરવામાં આવેલ. જે આધાર પુરાવા અને દલીલો ધ્યાને લઇ જામનગરની અદાલત દ્વારા વાદીનો દાવો મંજુર કરી દાવાની રકમ રૂ.૩,૮૬,૦૨૧/- ની ૧૮ % વ્યાજ સાથે કલ્યાણી સેલ્સના પ્રોપરાઈટર એ વાદીને દાવાના ખર્ચ સાથે ચુકવી આપવા હુકમ કરવામાં આવેલ છે જો રકમ ન ચુકવે તો મિલકતમાંથી રકમ વસુલ કરવાનો હુકમ કરવામાં આવેલ છે. વાદી જીલ એન્ટરપ્રાઈઝ વતી તેમના વકીલ મયુર ડી. કટારમલ રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech