શ્રમિકના પરિવારજનોને રસીકરણ વિશે સમજણ આપીને તેમની ગેરમાન્યતા દુર કરાઈ
કાલાવડ તાલુકાના ભલસાણ ગામે રહેતા ખેત શ્રમિક રાકેશભાઈ ગણાણા અને સુમિત્રાબેન ગણાણા ખેતરમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તાજેતરમાંં તેમના ઘરે બાળકનો જન્મ થયેલ. જન્મ બાદ ૨૪ કલાકની અંદર બાળકને પોલીયો બી. સી.જી., વિટામિન કે અને હિપેટાઇટિસ બી વેક્સીન આપીને બાળકને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવ્યું હતું.
ખેત શ્રમિક પરિવારને જામનગરમાં ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે દાખલ થવા માટે આરોગ્ય કર્મચારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે દાખલ થયાના બે દિવસ બાદ લાભાર્થી પોતાના ગામે પરત ફર્યા હતા. આ તમામ બાબત જિલ્લા આરોગ્ય વિભાગના ધ્યાનમાં આવતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએથી જિલ્લા આર.સી.એચ. અધિકારી ડો. નૂપૂર પ્રસાદ, ડી.પી.સી. યગ્નેશ ખારેચા, ડી.પી.એચ.એન. જયાબેન રાઠોડ, પી.એમ.એ. વિજય જોષીભાઈ તેમજ અન્ય સ્ટાફ ગણ દ્વારા ખેત શ્રમિકના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને તેમની રસીકરણ અંગેની ગેર માન્યતા દૂર કરીને સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી હતી. આ સરળ સમજુતી મળવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું છે. તેને હાલમાં કોઇ જ તકલીફ નથી, તેમજ બાળકના પરિવારજનોની ગેર માન્યતા પણ સાથો-સાથ દુર થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationIND vs ENG 4th T20: ભારતે ઈંગ્લેન્ડને 15 રને હરાવ્યું, શ્રેણી પર કર્યો કબજો
January 31, 2025 10:56 PMસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોન યાદી જાહેર, જૂઓ ક્યાંથી કોને મળી ટિકિટ...
January 31, 2025 09:58 PMજામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ
January 31, 2025 07:40 PMદેવભૂમિ દ્વારકા ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધાના સમયમાં ફેરફાર
January 31, 2025 07:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech