દેશમાં નવા રોકાણોને આકર્ષવા બજેટમાં કોર્પોરેટ ટેક્સ યોજનાની થશે જાહેરાત

  • January 31, 2025 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીન પ્રત્યેના કડક વલણનો ફાયદો ઉઠાવીને ભારત સરકાર પોતાના દેશમાં વિકાસને પ્રોત્સાહન આપવા માંગે છે. દેશમાં નવા રોકાણોને આકર્ષવા માટે સરકાર નાણાકીય પ્રોત્સાહનો આપવાનું વિચારી રહી છે. આમાં 15 ટકા સુધીની ક્ધસેશનલ કોર્પોરેટ ટેક્સ યોજનાના બીજા સંસ્કરણનો પણ સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આ બાબતની જાણકારી ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, સરકાર કરવેરા કાયદા (સુધારા) વટહુકમ, 2019ના સુધારેલા સંસ્કરણને શરૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે, જે ખેડૂતોને રાહત આપશે. નવા રોકાણો આકર્ષવાની સાથે તે રોજગારીનું સર્જન કરવા માંગે છે, જે આર્થિક વિકાસને વેગ આપશે. આ કારણોસર કોર્પોરેટ ટેક્સ ઘટાડી શકાય છે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, આના પર કામ ચાલી રહ્યું છે, પરંતુ શક્ય છે કે આવતીકાલે રજૂ થનારા બજેટમાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે. કર પ્રોત્સાહન પાછળ બે મુખ્ય કારણો છે. એક, અમેરિકાના ચીન વિરોધી વલણને કારણે ભારત, ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા દેશોમાં નવા રોકાણો આવી શકે છે અને બીજું, દેશમાં વિકાસની ગતિ જાળવી રાખવા માટે નવા રોકાણોની જરૂર છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશના જીડીપીમાં ઘટાડો જોવા મળ્યો છે. મેન્યુફેક્ચરિંગને એક ક્ષેત્ર તરીકે ધ્યાનમાં લેતા નાણાકીય પ્રોત્સાહનની સખત જરૂર છે. 2024-25ના બીજા ક્વાર્ટરમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર ઘટીને 5.4 ટકા થયો હતો જે સાત ક્વાર્ટરમાં સૌથી ઓછો છે.
ભારતને વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે આ યોજના સપ્ટેમ્બર 2019માં લાગુ કરવામાં આવી હતી. આ દ્વારા સરકાર વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધુ સારી ટેક્સ ઓફર આપીને ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણ વધારવા માંગે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application