ખેડુતોને ખાતર સાથે દવા અને બિયારણ પરાણે અપાતા હોવાની ફરિયાદ

  • August 24, 2024 12:44 PM 

ધારાસભ્ય હેમત ખવાએ આ અંગે ઘટતું કરવા કરી માંગણી



હાલ ચોમાસુ પાકની સિઝન ચાલી રહી હોવાથી ખેડૂતોમાં સૌથી ઉપયોગી એવા ખાતરની માંગ જોવા મળી રહી છે પરંતુ સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના અનેક ખેડૂતોને ખાતર સાથે સાથે વિક્રેતાઓ દવા અને બિયારણ ધરાર પધરાવી દેતા હોવાથી જગતના તાતને વધારાનું આર્થિક ભારણ ભોગવવાનો વારો આવે છે. વિક્રેતાઓ ઉઘાડી લુંટ ચલાવતા હોવાનુ પ્રકરણ ધ્યાને આવતા જામજોધપુર લાલપુર વિધાનસભા બેઠકના યુવા ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવાએ વિધાનસભા ગૃહમાં સબંપિત વિભાગના મંત્રીને સવાલો કયર્િ હતાં.


ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં વધુ એક વખત જામજોધપુર લાલપુર પંથકનો બુલંદ અવાજ બનીને ધારાસભ્ય હેમંતભાઈ ખવા લોક સમસ્યાને સરકાર સુધી પહોંચાડી તેના ઉકેલ માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે હાલની સળગતી સમસ્યા સમાન ખેડૂતોને ખાતરના વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરની સાથે- સાથે અન્ય વધારાની વસ્તુઓ પણ પકડાવી દેવામાં આવતી હોવાથી કિસાન આલમમાં કચવાટ જોવા મળી રહ્યો છે. અગાઉ દાહોદ, બાયડ બાદમાં અબડાસા તાલુકા બાદ હવે સમગ્ર કચ્છ અને ગુજરાતના અમુક પંથકમાં ખાતર વિક્રેતાઓ ખેડૂતોને વધારાના ભોજા સમાન જંતુનાશક દવાઓ બિયારણ ઉપરાંત અન્ય ખાનગી ખાતરનો જથ્થો સહિતની વસ્તુઓ ધરાર પકડાવી તેના મનફાવે તેવા રૂપિયા વસુલી રહ્યા છે તેવી રાવ ઉઠી રહી છે.


જો ખેડૂતો આ પ્રકારની વધારાની વસ્તુ લેવાની ના પાડે તો વિક્રેતાઓ ખાતર પણ દેતા નથી. એટલું જ નહિ અમૂક વેપારીઓ કાળાબજાર કરી બમણા ભાવ કરતાં હોવાના પણ ધરતીપુત્રો આરોપ લગાવી રહ્યા છે. એક બાજુ હાલ ચોમાસુ પાકની સીઝન હોવાથી ખેડૂતો ભૂખ્યા તરસ્યા લાઈનો લગાવી ખાતર ખરીદી રહ્યા છે. પરંતુ ખાતર સાથે અન્ય વસ્તુઓનો વેપારીઓ પિંકતો ધંધો કરી રહ્યા છે. અન્ય વસ્તુઓ ખરીદવાની ખેડૂતો મનાઈ કરે તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ફરજિયાત વસ્તુ આપવાનો નિયમ છે. તેવા ગાણા ગાઈને વેપારીઓ ભોળા ખેડૂતોને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ વિધાનસભામાં આ સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ખાતરની સાથે જુદી જુદી કંપનીના બિયારણ કે જંતુનાશક દવાઓ અથવા અન્ય ખાતર આપવા નો નિયમ છે કે નહીં? આ સવાલની વિધાનસભામાં ચચર્િ દરમિયાન આ વિભાગનો હવાલો સંભાળતા મંત્રીએ જણાવ્યું હતું કે ફરજિયાત આવી કોઈ વસ્તુ આપવાનો નિયમ નથી.


આવો કોઈ નિયમ ન હોવા છતાં પણ તંત્રની ઢીલી નીતિના પાપે અભણ ખેડૂતો સાથે દિનદહાડે વિશ્વાસઘાત થઈ રહ્યો છે. તો આવા ધનલાલચું તત્વો સામે કાડક કાર્યવાહી કરવા ધારાસભ્ય હેમંતભાઈએ માંગ ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application