સુમરા ગામે ખેતરમા રાઈનાં ભુક્કામાં મહિલાએ આગ ચાંપી દીધાની ફરિયાદ

  • April 08, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ખેતર માં રાઇ ના ભૂકા મા એક  મહિલાએ આગ લગાડી હતી. તેણીના પતિએ વેચાણ કરેલો વાડો પરત મેળવવા માટે તેણી એ આગ લગાડી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


ધ્રોલ તાલુકાના સુમરા ગામના છગનભાઈ હમીરભાઇ જાદવ નામના ૬૦ વર્ષના ખેડૂત ના પુત્ર ના ખેતર માં રાઈ નાં ભુક્કા મા પડધરી ગામ ની લીલાબેન મંગાભાઈ જાદવ નામની મહિલા આગ ચાપી હતી .આથી રાઈ નો ભુક્કો સળગી ગયો હતો.

આ બનાવ  અંગે છગનભાઈ હમીરભાઇ જાદવ  એ તેણી  સામે પોલીસ મા  ફરિયાદ નોંધાવી છે. જેમાં એવું કારણ આપવામાં આવ્યું છે  કે છગનભાઈ ના પુત્ર એ આરોપી મહિલા ના પતિ પાસે થી વાડો વેચાતો લીધો હતો. જે પરત મેળવવા માટે લીલાબેન જાદવ ગઈકાલે સુમરા ગામે આવી હતી. અને છગનભાઈ ના પુત્રને ગાળો કાઢી હતી અને છગનભાઈના પત્નીને માર માર્યો હતો ત્યાર પછી રાત્રે તેના પુત્ર ના ખેતરમાં આગ લગાડી દીધી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application