કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે થોડા દિવસ પૂર્વે નોંધાયેલી એક ફરિયાદના અનુસંધાને આરોપી પાસે કાયદેસરની કાર્યવાહી માટે ગયેલા પોલીસ કર્મચારીને માર મારી, અને ફરજમાં રૂકાવટ કરતા એક મહિલા સહિત ચાર શખ્સો સામે ધોરણસર ગુનો નોંધાયો છે.
આ પ્રકરણની વિગત એવી છે કે કલ્યાણપુર પોલીસ મથકમાં ત્રણેક દિવસ પૂર્વે ગઢકા ગામના લખમણભાઈ પમાભાઈ નકુમ અને મનસુખભાઈ દાનાભાઈ નકુમ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેના અનુસંધાને આ પ્રકરણના તપાસનીસ એવા કલ્યાણપુરના ભાટિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કરસનભાઈ દવુભાઈ આંબલીયા તેમજ અન્ય કર્મચારી નોટિસની બજવણી કરવા આરોપીના ઘર પાસે ગયા હતા.
ત્યારે આ સ્થળે રહેલા લખમણભાઈ પમાભાઈ, મનસુખ દામાભાઈ, કસ્તુરબેન લખમણભાઈ અને દેવરાજ નાથાભાઈ નકુમ નામના ચાર શખ્સો પોલીસ કર્મચારીઓ પાસે ધસી આવ્યા હતા અને તેઓ સાથે બોલાચાલી કરીને કહેલ કે "તમે ખોટો ગુનો દાખલ કર્યો છે"- એમ કહ્યા બાદ આરોપીઓએ ફરિયાદી હેડ કોન્સ્ટેબલ કરસનભાઈના શર્ટનો કોલર પકડી અને ઢીકા-પાટુનો માર મારી તેમને નીચે પછાડી દીધા હતા. આમ, આરોપીઓએ કરસનભાઈ તથા અન્ય સાહેદને ઢીકાપાટુનો માર મારી, ફરિયાદી કરસનભાઈ સરકારી કર્મચારી તરીકેની ફરજ પર હોવા છતાં તેમની ઉપર હુમલો કરી, બેફામ માર મારતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે મહિલા સહિત ચારેય આરોપીઓ સામે આઈપીસી કલમ 332, 186 તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech