દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

  • January 30, 2026 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે.

​​​​​​​

 તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૬ને શુક્રવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. 


ખંભાળિયા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા સહિત વહિવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application