પદાધિકારીઓને પોતાના વાહનો પરત મળતા ખુશી: હવે વિકાસના કામો થશે શઆત: એકાદ અઠવાડીયામાં કોર્પોરેશનનું જનરલ બોર્ડ પણ મળશે
જામનગર શહેરમાં લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં લઇને 8ર દિવસ સુધી ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતા જાહેર કરી હતી, પરંતુ તા. 6 બાદ આ આચારસંહિતા દૂર થતાં હવે કોર્પોરેશન, કલેકટર અને જિલ્લા પંચાયતના કામોમાં ગતિશીલતા આવશે અને કેટલાક કામોના ખાતમુર્હુત પણ કરવામાં આવે તેવી શક્યતા છે, એટલું જ નહીં, ગાંધીનગરનું સચિવાલય પણ જામનગરની સરકારી કચેરીઓની જેમ ધમધમી ઉઠ્યું હતું.
જામનગરમાં કોર્પોરેશનના મેયર, ડે.મેયર, ચેરમેન અને શાસક પક્ષના નેતા ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓ ગાડી આચારસંહિતાના પગલે જમા કરવામાં આવી હતી, આચારસંહિતા ઉઠતા જ આ ગાડીઓ તેઓને પરત મળી હતી, લગભગ 8ર દિવસ સુધી આદર્શ આચારસંહિતા હોય, ગાંધીનગરમાં પણ મંત્રીઓની કેબીન બહાર કામ કરાવવા માટે લાઇનો લાગી હતી.
જાણવા મળતી માહિતી મુજબ આવતા અઠવાડીયા કોર્પોરેશનમાં પણ સ્ટે. કમિટી અને જનરલ બોર્ડની મીટીંગ પણ મળનાર છે ત્યારે તેમાં કેટલાક અગત્યના કામોની દરખાસ્ત મંજુર કરવામાં આવશે, લગભગ આવતા અઠવાડીયે જ કોર્પોરેશનનું જનરલ બોર્ડ મળે તેવી પૂરી શક્યતા છે, જામનગર જિલ્લાના ધારાસભ્ય પણ ચૂંટણીની આચારસંહિતા પૂરી થઇ ગયા બાદ સક્રિય બની ગયા છે, તેમની ઓફિસોમાં પણ સરકારી કામની ભલામણ કરાવવા માટે પણ લોકોની લાઇનો જોવા મળી હતી, આમ હવે કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને કલેકટર કચેરીનો વહીવટ ઝડપથી લોકોના કામ માટે શ થયો છે અને હવે લોકોને પણ સાંભળવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજ્ય સરકાર દ્વારા વધુ પાંચ અધિકારીઓ ફરજિયાત નિવૃત્ત
November 20, 2024 11:38 PMરાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠ કલેક્ટર અને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીને પુરસ્કાર...જાણો નામ
November 20, 2024 11:36 PMરાજયમાં નવી જંત્રી જાહેર, નવા વર્ષથી અમલમાં આવશે
November 20, 2024 09:05 PMસુરત: 108 ઈમરજન્સી સેવા અને એર એમ્બ્યુલન્સે મહિલાનો બચાવ્યો જીવ
November 20, 2024 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech