જામનગરમાં વડાપ્રધાનના રુટ પર સફાઇ અફલાતુન : કોઇ દબાણ નહીં, કયાંય ટ્રાફિક નહીં

  • February 23, 2024 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરના મહેમાન બનવાના છે, રાત્રી રોકાણ કરવાના છે અને સંભવીત રોડ-શો પણ યોજવાનોે છે ત્યારે છેલ્લા ૪ દિવસથી ઉંધા માથે થયેલા આખે આખા તંત્ર દ્વારા સુરક્ષાથી લઇને સફાઇ પર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું છે, રોડ રસ્તાઓની એવી તો કાયા પલટ થઇ ગઇ છે અને પીએમનો જે રુટ છે તે એટલો ચોખ્ખો ચણાંક છે કે ખરેખર જામનગર પેરીસ બની ગયું હોય એવી પ્રતીતી થાય છે, જો કે જગ જાહેર છે કે માત્ર વડાપ્રધાનના રુટ પર જ આ તમામ વ્યવસ્થાઓ કરાઇ છે અને એમના પરત ગયા બાદ સ્થીતી જૈસે થે થઇ જવાની છે, જુની અને જાણીતી વાત છે કે ચલે ગયે થાનેદાર અબ ડર કાહે કા... એ મુજબ ફરી રસ્તાઓ પર કચરાના ઢગલા, દબાણ, ટ્રાફિક સમસ્યા સર્જાઇ જશે, કાશ વડાપ્રધાન આ અહેવાલ વાંચે તો ખરેખર મજા આવી જાય કે માત્ર એમના રુટ પર જ મહાનગરપાલીકાનું આખે આખું તંત્ર કામે લાગ્યું, પોલીસ તંત્રએ સુરક્ષા ગોઠવી અને વહિવટી તંત્રએ બધી જે વ્યવસ્થા કરી છે તે ખરેખર વાસ્તવમાં કામચલાઉ છે, જો કે વડાપ્રધાન આવતા હોવાથી આ બધું થવું જોઇએ તે આવકારદાયક છે જ પરંતુ એમના પરત ગયા બાદ પણ આવી જ સાફ સફાઇ રહે, કોઇ દબાણ ન હોય, કયાંય ટ્રાફિક ન હોય તો ખરેખર વાસ્તવમાં રામ રાજય ગણી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application