લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર ડૉ. રણમલભાઇ પરમારને મોરારીબાપુના હસ્તે એવોર્ડ અર્પણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામના વતની અને જુવાનપુર કુમાર શાળાના આચાર્ય ડૉ.રણમલ કુરજી પરમારને તારીખ.15.01.2025ના રોજ ચિત્રકૂટ આશ્રમ તલગાજરડા દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન અંતર્ગત પ્રાતઃ સ્મરણીય પરમ પૂજ્ય સંતશ્રી મોરારીબાપુના વરદ્ હસ્તે ચિત્રફૂટ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ એવોર્ડ અંતર્ગત તેમનું સન્માન પ્રમાણપત્ર, સ્મૃતિ ચિહ્ન, કાળી કામળી, ખેસ તથા રૂપિયા પચીસ હજારનો પુરસ્કાર આપી કરવામાં આવ્યું હતું, ગુજરાત રાજ્યના બે લાખથી વધુ શિક્ષકોમાં અતિ પ્રતિષ્ઠિત અને ગૌરવવંતો ગણાતો આ એવોર્ડ પૂજ્ય સીતારામ બાપુ,સંતો, મહંતો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રીની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો હતો.
ડૉ. રણમલ પરમારની બાવીશ વર્ષની અથાક શિક્ષણ યાત્રા, શાળા માટે દાનની સરવાણી, વ્યસન મુક્તિના કાર્યક્રમો, પર્યાવરણ બચાવવાના પ્રયત્નો, અનેક કાર્યક્રમનું સફળ સંચાલન, રાષ્ટ્રીય કામગીરીમાં યોગદાન, કન્યા કેળવણીમાં યોગદાન, સાંસ્કૃતિક વિરાસતની જાળવણી, આદર્શ શાળાનું નિર્માણ, શાળાની અનેકવિધ પ્રવૃત્તિઓ, સમાજ સેવાના કાર્યો, સ્વચ્છતા અભિયાનો, બીચ ફેસ્ટિવલના કાર્યક્રમો, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક કાર્યક્રમો, રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણીમાં યોગદાન, મતદાર જાગૃતિ તેમજ શિક્ષણ સાથે આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પોલીસ વિભાગ જેવા અનેક ક્ષેત્રે તેમણે કરેલ વિવિધ કામગીરીને ધ્યાને રાખી અને તેમને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ડૉ.રણમલ પરમાર એક સારા સાહિત્યકાર,હાસ્ય કલાકાર અને ખૂબ સારા એવા એનાઉન્સર છે, જેમનો લાભ શાળા, ગામ, તાલુકા જિલ્લા અને રાજ્યને મળે છે. તેમણે રાણ બ્રાન્ચ શાળા ખાતે દશ વર્ષ અને રાણ બ્રાન્ચ શાળા ખાતે બાર વર્ષ શિક્ષણ ક્ષેત્રે કરેલ સેવાએ અવિસ્મરણીય રહેશે. તેમણે આ એવોર્ડ મેળવી શાળા, રાણ ગામ અને જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech