માત્ર ૧૦ જ વર્ષના બાળકને પાડોશી શખસે પડખામાં છરીનો ઘા ઝીંકયો

  • December 26, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કુબલીયાપરામાં માત્ર ૧૦ વર્ષના બાળકને પાડોશમાં રહેતા શખસે પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.આરોપી તેની પત્ની સાથે ઝઘડો કરતો દરમિયાન બાળક તેને જોતો હોય તું શું જોવે છે તેમ કહી બાળકની પાછળ છરી લઇ દોડી તેને છરીનો ઘા ઝીંકી દીધો હતો.બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કુબલીયાપરામાં રહેતા કૃણાલ ચેતનભાઇ વાહણેકીયા(ઉ.વ ૧૦) નામના બાળકને સાંજના સમયે પડોશમાં રહેતા શખસ વિશાલ વિક્રમભાઇ સાથરીયાએ પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા થોરાળા પોલીસે બનાવસ્થળે પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે બાળકની માતા સંગીતાબેન ચેતનભાઇ વાહણેકીયા(ઉ.વ ૩૦) દ્રારા થોરાળા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ તેઓ ઘરે હતા ત્યારે તેમનો બાળક કૃણાલ તેમની પાસેથી પૈસા લઇ ઘર પાસે આવેલી ભાવનાબેનની દુકાને ભાગ લેવા ગયો હતો.આ સમયે બાજુની શેરીમાં રહેતા વિશાલ સાથરીયા તેની પત્ની સાથે ઝઘડો કરતો હતો આ સમયે બાળક અહીં ઉભો રહી જતા વિશાલે કહ્યું હતું કે, તે તું શું જોવે છે? તેમ કહી તેને ગાળો આપી નેફામાંથી છરી કાઢી યુવાનને મારવા માટે પાછળ દોડયો હતો.બાદમાં તેણે બાળકને પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.આ અંગે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ ડી.કે.ધાંધલા ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application