ખીજડીયા બાયપાસ પાસે બોલેરો-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બાળાને ઇજા

  • May 26, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અકસ્માતના કારણે થોડો સમય ટ્રાફિક જામ થતા પોલીસ દોડી


જામનગર નજીક ખીજડીયા બાયપાસ રોડ પર એક ટ્રેક્ટર સાથે માલવાહક બોલેરો વાહન અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો, અને ધડાકાભેર બોલેરો ટ્રેક્ટરની ટ્રોલી સાથે ટકરાઈ ગયું હતું, અને ટ્રોલી માર્ગ પર પલટી મારી ગઈ હતી.

જે અકસ્માતમાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલી શ્રમિક પરિવારની ત્રણ વર્ષની એક બાળકી ઈજાગ્રસ્ત બની હતી. જેને તાત્કાલિક અસરથી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી.

આ અકસ્માતના બનાવને લઈને ખીજડીયા બાયપાસ રોડ પર થોડો સમય માટે ટ્રાફિકજામ થઈ ગયો હતો, અને નાના-મોટા અનેક વાહનોની કતાર લાગી ગઈ હતી જો કે પાછળથી પંચકોશી એ. ડિવિઝન પોલીસ તેમજ ટ્રાફિક શાખા ની ટુકડીએ બનાવના સ્થળે પહોંચી જઈ, વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application