જોડિયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચા-પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

  • February 01, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.એસ.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો.સંજય સૌમ્યાના મોનીટરીંગમાં જોડિયા તાલુકાના ભાદરા ગામ અને ભાદરા પાટીયા વિસ્તારમાં આવેલી ચા અને પાનની દુકાનોમાં સીઓટીપીએ-૨૦૦૩ અંતર્ગત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું .
જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંગે ૫ કેસ, તેમજ  કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા, આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ  મુજબ ૯ કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની નજીકના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ કુલ ૧૫ કેસ દાખલ થયા હતાં.
આ સમગ્ર કામગીરી દરમિયાન રૂ. ૨૫૦૦ જેટલો દંડ એકત્ર કરાયો હતો. આ કામગીરીમાં તાલુકા સુપર વાઈઝર બી.કે. ગોધાણી, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા, એમ.પી.એસ. સુધીર રાઠોડ, એમ.પી.ડબલ્યુ પી.બી.બારડ, એમ.બી.રાઠોડ, આર.જે.પરમાર તેમજ જોડિયા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ હેડ કોન્સટેબલ નિલેશભાઈ ભીમાણી ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application