ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં કેબલ વાયર તેમજ વેલ્ડીંગ મશીનની ચોરી

  • May 24, 2025 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા જામનગર હાઈવે પર અત્રેથી આશરે 16 કિલોમીટર દૂર કજૂરડા ગામના પાટીયા પાસે આવેલી એસ્સાર પાવર ગુજરાત લિમિટેડ નામની કંપનીમાં થોડા દિવસો પૂર્વે કોઈ તસ્કરોએ હાથ ફેરો કરી, અહીંથી જુદી જુદી માપ સાઈઝના અલગ અલગ 200 મીટર કેબલ ઉપરાંત વેલ્ડીંગ કરવાનું મશીન ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ પ્રકરણમાં કુલ રૂપિયા 3,48,300 ના મુદ્દામાલની ચોરી થવા સબબ કંપની કર્મચારી એવા લાલપુર તાલુકાના દલતુંગી ગામે રહેતા મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉ.વ. 39) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અજાણ્યા તસ્કરો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. વસાવા દ્વારા હાથ ધરવામાં આવી છે.

ઓખા મંડળમાં કાયદાનું ઉલ્લંઘન કરાતા બોટ સંચાલકો સામે કાર્યવાહી

સંવેદનશીલ એવા દ્વારકા વિસ્તારના દરિયાકાંઠે નિયમ તેમજ જાહેરનામા મુજબ ફિશિંગ બોટ ચલાવવાના બદલે ફિશરીઝ એક્ટ સહિતના કાયદાનું ઉલ્લંઘન કરતા ફિશીંગ બોટ સંચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે ઓખા મંડળમાં સ્થાનિક પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સાઈ કા વશીલા બોટના સંચાલક સુમાર સાલેમાનદ સુંભણીયા, સંગે અસવાદ બોટના સંચાલક સીદીક હુસેન મુસ્તાક સુંભણીયા, અલ જુવીકર બોટના સંચાલક જુનસ ઓસમાણ સંઘાર, અરબ કા સીતારા બોટના સંચાલક અહેમદ એલિયાસ સુંભણીયા, અલ ગરીબી બોટના હુસેન આમદ ભીખલાણી સામે જુદા જુદા મુદ્દે ઓખા મરીન પોલીસ મથકમાં ફીસરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. દ્વારકા પોલીસે ઓનલાઈન ટોકન લીધા વગર માછીમારી કરવા નીકળેલા રૂપેણબંદર વિસ્તારના રહીશ અહેમદ દાઉદ ઇસબાણી સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા તળે ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application